રાજયના તમામ ઝોનની ૧૬ર નગરપાલિકાઓની રીવ્યુ બેઠક સંપન્ન
રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજયની ભાજપ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાયો વેગવંતા બન્યા છે. ત્યારે પારદર્શક, સંવેદનશલીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના ચાર આધારસ્તંભોથી રાજયની ભાજપા સરકાર સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે ત્યારે છેવાડાના માનવીને પ્રાથમીક સુવિધાઓ થી લઇ માળખાકીય અને આંતર માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અઘ્યક્ષતામાં ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયના અમદાવાદ ઝોન, ગાંધીનગર ઝોન, વડોદરા ઝોન, સુરત ઝોન, રાજકોટ ઝોન અને ભાવનગર ઝોનની ૧૬૨ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક યોજાયેલ.
આ અંતર્ગત ભાવનગર ઝોનની ર૭ નગરપાલિકાઓ માટે અમરેલી ખાતે રીવ્યુ બેઠક યોજવામાં આવેલ. જેમાં અમરેલી જીલ્લાની અમરેલી નગરપાલિકા, સાવરકુંડલા, રાજુલા, બગસરા, જાફરાબાદ, લાઠી, બાબરા, ચલાલા, દામનગર, વેરાવળ-પાટણ, ઉના, કોડીનાર, સુત્રાપાડા , તલાલ, જુનાગઢ જીલ્લાની કેશોદ, માંગરોળ, માણાવદર, ચોરવાડ, વિસાવદર, વંથલી, બાટવા, ભાવનગર જીલ્લાની મહુવા, પાલીતાણા ગારીયાધાર, તળાજા, વલ્લભીપુર નગરપાલિકાની રીવ્યુ બેઠક યોજાઇ હતી. આ રીવ્યુ બેઠકમાં ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના સીઇઓ પટ્ટણી, આઇએએસ ઓફીસર યોગેશ નિરગુડે, એડી. કલેકટર આર.આર. ડામોર, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના દરજીસાહેબ, ભાવનભાઇ, અધિકારીઓ ભરત પી.વ્યાસ, એસ.યુ. થીમ તેમજ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ કારોબારી ચેરમેન, ચીફ ઓફીસર સહીતનાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
આ રીવ્યુ બેઠકમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા સમયાંતરે રાજયની ૧૬૨ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક અને સેમીનારો યોજાતા રહે છે. ત્યારે આ રીવ્યુ બેઠકમાં નગરપાલિકાને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ જેમાં મુખ્યમંત્રી સ્વર્ણીમ જયંતિ શહેરી વિકાસ યોજના આગવી ઓળખના કામો ૧૪મી નાણાપંચની ગ્રાન્ટ, ભુગભ ગટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીની યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, સુરક્ષા યોજના સહીતની પ્રાથમીક સુવિધાઓ માળખાકીય સુવિધાઓ અને આતંરમાળખાકીય સુવિધાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.