આવડત હોય તો મંદી મારતી ફરે !
૯૯૦ કરોડનાં નફા સાથે રિલાયન્સ જીયો સાથે ૩૫ કરોડથી વધુ લોકો જોડાયા
વિશ્વમાં અને સમગ્ર દેશમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર રિલાયન્સ જીયોએ તેનાં બીજા ત્રિ-માસિકમાં ૪૫ ટકાથી વધુનો નફો કર્યો છે. સાથોસાથ ૯૯૦ કરોડનાં નફા સાથે રિલાયન્સ જીયોનાં ૩૫ કરોડથી વધુ લોકો જોડાયા છે જે રિલાયન્સ જીયો માટે એક વિશ્વાસની વાત હોય તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
રિલાયન્સની ટેલિકોમ કંપની જિયોને જુલાઈ-સપ્ટેમ્બરમાં ૯૯૦ કરોડ રૂપિયાનો નફો થયો છે. તે વાર્ષિક આધાર પર ૪૫.૪ ટકા અને ત્રિમાસિક આધાર પર ૧૧.૧ ટકા વધુ છે. એપ્રિલ-જૂનમાં નફો ૮૯૧ કરોડ અને ગત વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં ૬૮૧ કરોડ રૂપિયા હતો. ઓપરેટિંગ રેવન્યુ ૧૨,૩૫૪ કરોડ રૂપિયા રહી હતી. તે ગત વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકની રેવન્યુ(૯,૨૪૦ કરોડ રૂપિયા)ની સરખામણીમાં ૩૩.૭ ટકા વધુ છે. જિયોના સબસ્ક્રાઈબરની સંખ્યા સપ્ટેમ્બરના અંત સુધીમાં ૩૫.૫૨ કરોડે પહોંચી છે. જૂન ત્રિમાસિકમાં ૩૩.૧૩ કરોડ હતી.
રિલાયન્સ જીયો દર માસમાં ૧૦ મિલીયન લોકોનો ઉમેરો કરતું હોય છે. રિલાયન્સ જીયો માત્ર ભારતની લાર્જેસ્ટ ટેલિકોમ કંપની નહીં પરંતુ તે ભારત માટે ડિજિટલ ગેટ-વે પણ છે તેમ ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વ માને છે. ગત વર્ષમાં રિલાયન્સ જીયોનાં સબસ્ક્રાઈબરોની સંખ્યા ૩૩.૧૩ કરોડ રહી હતી જે બીજા ત્રિ-માસિકમાં રિલાયન્સ જીયોનાં સબસ્ક્રાઈબરો ૩૫.૫૨ કરોડ રહેવાપાત્ર રહ્યા છે. ખાસ આ અંગે રિલાયન્સ જીયોએ તેમની તમામ પત્રકાર પરીષદ અને મીટીંગમાં જણાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડિજિટલ ઈન્ડિયાનાં સ્વપ્નને સાકાર કરવા માટે અનેકવિધ ડિજિટલ કંપનીઓ સહભાગી થઈ રહી છે તેમાં રિલાયન્સ જીયોનું નામ અવ્વલ ક્રમે આવી રહ્યું છે તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, રિલાયન્સ માત્ર જીયો નહીં પરંતુ જીયો ફાયબર જેવી અનેકવિધ પ્રોડકટોને દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે જેનાથી તેને અને દેશને અનેકગણો ફાયદો પહોંચે.