ગોકુલ હોસ્પિટલના જાણીતા એમડી ડો.દિગ્વિજયસિંહ જાડેજાએ સ્વચ્છતા પર ભાર મુક્યો
સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુના તાવના રોગચાળો બેકાબુ બનતા આરોગ્ય વિભાગ સહિત તંત્રમાં દોડધામ મચી ગઈ છે ત્યારે ડેન્ગ્યુ કંઈ રીતે થાય છે, તેના લક્ષણ શું અને ડેંગ્યુી કઈ રીતે બચી શકાય તે અંગેની વિશેષ માહિતી ગોકુલ હોસ્પિટલના જાણીતા એમડી દિગ્વિજયસિંહ જાડેજાએ લોક જાગૃતિ માટે આપી છે.
ડેન્ગ્યુ (ડેંગી)એ વાયરસથી થતો રોગ છે. ડેન્ગ્યુ ચાર પ્રકારના વાયરસ (DEN-1TO4) માંથી કોઈપણ વાયરસી થઈ શકે છે.
ડેન્ગ્યુ વાયરસ ચેપી એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. એડીશ મચ્છર સફેદ કાળશ પટ્ટા શરીર પર ધરાવે છે. તે દિવસ દરમિયાન કરડે છે. સૌથી કરડવાનો સમય સુર્યોદય પછીના બે થી ત્રણ કલાક થતા સુર્યાસ્ત (સાંજ) પહેલાના બે થી ત્રણ કલાક હોય છે.
એડીશ મચ્છર ડેન્ગ્યુ ધરાવતા વ્યક્તિને કરડયા પછી પાંચી સાત દિવસ બાદ ચેપી બને છે અને પોતાના જીવનકાળ દરમિયાન (૧૫ થી ૩૦ દિવસ) ચેપી રહે છે. તે ચેપ તેના ઈંડામાં પણ પસાર કરે છે. એડીશ મચ્છર ચેપ સાથે ૧૦૦ જેટલા ઈંડા આપે છે.
આ ઈંડા મુકી ભેજ રહીત હવામાં થતા પાણીની ગેરહાજરીમાં ઘણા મહિના જીવંત રહી શકે છે. ઈંડાને પાણી મળતા જ તેમાંથી મચ્છરોનો ઉદભવ થવા લાગે છે.
ડેન્ગ્યુ મચ્છર ગટરના થતા ખાબોચીયાના ગંદા પાણીમાં ઈંડા મુકતા નથી. ઘરના પાત્રો જેવા કે ડોલ-ડબલા, ફૂલદાની, કુલર, ટાયર કે અન્ય વસ્તુઓમાં રહેલા ચોખ્ખા પાણીમાં ઉંડા મુકે છે.
ડેન્ગ્યુ તાવના લક્ષણો : બે થી સાત દિવસ સુધી તાવ આવી શકે છે સો સખત માાનો દુખાવો, આંખના ડોળાની પાછળ દુખાવો, પેટનો દુખાવો, સ્નાયુ, હાડકા, કમર તા સાંધાઓનો દુખાવો, ચામડીમાં લાલ ચકામા, નાક-પેઢા-પેશાબમાં લોહી નીકળવું.
તાત્કાલીક તબીબી સારવાર માટેના ચેતવણી આપતા ચિન્હો પેટમાં સતત દુખાવો અને સતત ઉલ્ટી, ખૂબ સુસ્તી, ઘેનમાં રહેવું કે સ્વભાવમાં ચીડીયાપણુ, શ્ર્વાસમાં તકલીફ, નાક-પેઢામાંથી રક્તાવ, લોહીની ઉલ્ટી થવી.
ડેન્ગ્યુ રોગના લક્ષણોનું પ્રમાણ દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે છે. ઘણા લોકોને ડેન્ગ્યુ હોવા છતાં રોગના કોઈ લક્ષણો દેખાતા ની અવા તો ખૂબ હળવા પ્રમાણમાં તકલીફ થાય છે. ઘણા લોકોને ઉપરોક્ત દર્શાવેલ રેગ્યુલર ચિન્હો અવા ગંભીર સમસ્યા (સીવીયર ડેન્ગ્યુ) થઈ શકે છે. નાના બાળકો તા વૃદ્ધોને ડેન્ગ્યુની ખરાબ અસરો વાની શકયતાઓ વધુ હોય છે.
દરેક ડેન્ગ્યુના વ્યક્તિને દાખલ વાની જરૂરીયાત નથી હોતી. ઘર બેઠા આરામ, પુષ્કળ પ્રવાહી-ઓઆરએસ વાળુ પાણી-ફળોનો રસ તાવ માટેની પેરાસીટામોલ દવા લઈ શકાય છે. પરંતુ તે માટે ડોકટરની સલાહ લઈ તેના અભિપ્રાય તશ ઓબ્ઝર્વેશનમાં ઘરે સારવાર લઈ શકાય છે.
વધુ લક્ષણો જોવા મળે કે યોગ્ય પ્રમાણમાં પ્રવાહી લઈ શકાતું હોય કે અગાઉ દર્શાવેલ ગંભીર ચિન્હો હોય તો તુરંત હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. મોટાભાગના દર્દીઓ ૭ થી ૧૦ દિવસમાં સાજા થઈ જતા હોય છે.
સીવીયર ડેન્ગ્યુ કે ડેન્ગ્યુ શોકની અવસમાં ગંભીર પરિસ્થિતિ, મલ્ટીઓર્ગન ફેલ્યોર થતા મૃત્યુની સંભાવના સારવાર દરમિયાન પણ થઈ શકે છે.
ડેન્ગ્યુ દરમિયાન શરૂઆતના તબક્કકામાં હાઈડ્રેશન યોગ્ય જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે તે ઓઆરએસ દ્વારા અવા આઈ.વી.ફલુઈડ દ્વારા લઈ શકાય છે. દુખાવા કે તાવ માટે પેઈન કિલર (ડાઈકલફેનાક) દવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
ડેન્ગ્યુ શરૂઆતના તબક્કામાં યોગ્ય ડાઈડ્રેશન રાખવાી રોગની ગંભીરતા ઘટાડી શકાય છે. ડેન્ગ્યુમાં ત્રીજાી પાંચમાં દિવસ દરમિયાન કોમ્પ્લીકેશન થવાની શકયતાઓ ખૂબ જ હોય છે આ સમય દરમિયાન લક્ષણો વધુ હોય તો ડોકટરનો સંપર્ક કરી તુરંત સારવાર લેવી જોઈએ.
ડેન્ગ્યુ અટકાવવા માટે એડીશ મચ્છર ઉદભવે નહીં તે માટે ફોગીંગ ઉપરાંત ઘરમાં તથા ઘરની આજુબાજુ સ્વચ્છતા તથા ચોખ્ખા પાણીનો ભરાવો ન રહે તે માટે દરરોજની સ્વચ્છતા જરૂરી છે.
મચ્છરના કરડવાથી બચવા માટે ઘરમાં મોસ્કયુટો રીપેલેન્ટનો ઉપયોગ દિવસ દરમિયાન પણ કરવો જરૂરી છે. આખી બાયના તથા શરીર હાથ-પગ પૂરતા ઢંકાય તેવા થવો ઘરમાં થતા ઘરની બહાર જતા સમયે અને કામના સ્થળે પણ પહેરવા. કપડા ઉપર પણ મોસ્કયુટો રીપેલેન્ટ લીકવીડ કે સ્પ્રે લગાડવું હિતાવહ છે.
યોગ્ય તકેદારી રાખવાથી ડેન્ગ્યુ ફેલાતા અટકાવી શકાય છે. ડેન્ગ્યુથી બચી શકાય છે તથા સમયસર સારવારથી ડેન્ગ્યુના ગંભીર પરિણામો ઘટાડી શકાય છે.