બીએસએનએલ દ્વારા વીજ બીલ ભરવામાં ન આવતા કનેકિટવીટી ખોરવાતા અરજદારો અને વકીલોને હાલાકી

દસ્તાવેજોની નોંધણી ઓનલાઇન થતી હોય જેથી ઇન્ટરનેટની કનેકટીવીટી સતત અને ઝડપી યોગ્ય માત્રામાં મળી રહે તે ખુબ જ જરુરી છે. પરંતુ ઘણા સમયથી સબ-રજીસ્ટ્રાર કચેરી ઝોન- ૩,૪,૫,૬ અને ૭ માં અઠવાડીયામાં એક થી બે દિવસ કોઇપણ કારણોસર કનેકટીવી જતી રહેવાથી કે ધીમી પડવાથી કે વાયર કપાવાથી કે બીએસએનએલ દ્વારા પીજીવીસીએલ નું લાઇટ બીલ સમયસર ન ભરી શકવાના કારણે કે જી-સ્વાનની ખામી કે અનય કોઇ કારણોસર કનેકટીવીટીના અભાવે દસ્તાવેજોની નોંધણી યોગ્ય સમયે થઇ શકતી નથી જેથી પક્ષકારો તથા વકીલોના સમયનો વ્યય થાય છે. અને ખુબ જ મુશ્કેલીઓ ઉભી થાય છે. કનેકટીવીટીને અભાવે દસ્તાવેજ નોંધાવી ન શકવાથી ઘણી વખત પક્ષકારો વચ્ચે વિવાદ પણ સર્જાય છે.

તેવી જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે. વધુમાં જણાવવાનું કે ઇન્સ્પેકટર ઓફ રજીસ્ટ્રાર રાજકોટ સવાણીને અનેક વખત રજુઆત કરવા છતાં કનેકટીવીટીનો પ્રશ્ર્ન લોકલ લેવલેથી નહીં પણ ગાંધીનગર કચેરીએથી મેનેજ થતો હોવાનો જવાબ આપવામાં આવે છે. દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પ થઇ જતાં રાજય સરકારને કરોડોની આવક ગુમાવવી પડે છે. તેમ રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ રજુઆતમાં રાજકોટ રેવન્યુ બાર એસો.ના પ્રમુખ સી.એચ. પટેલ, સેક્રેટરી ડી.ડી. મહેતા, ઉપપ્રમુખ એન.જે. આહ્યા, એન.વી. મહેતા, જો. સેક્રેટરી વી.આઇ.વ્યાસ, ટ્રેઝરર જયેશ બોધરા, મીડીયા ઇન્ચાર્જ શ્યામ પરમાર, સંગઠન મંત્રી આનંદ પરમાર, કારોબારી સભ્યો મહેશ ચાવડા, વિજય રૈયાણી, ધર્મેશ સખીયા, ધારાશાસ્ત્રી રાજેન્દ્રસિંહ ઝાલા, બી.જે.પી. લીગલ સેલ ક્ધવીર હિતેષ દવે ખાસ ઉ૫સ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.