બેવડી સદી ફટકારનાર યુવા ખેલાડી
ક્રિકેટમાં અનેકવિધ પ્રતિભાવો દેશને મળી રહ્યા છે ત્યારે જ એક મુંબઈનાં માત્ર ૧૭ વર્ષીય ખેલાડી યશસ્વી જયસ્વાલ વિજય ટ્રોફીમાં બેવડી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે જેને તેની ૨૦૩ રનની ઈનિંગમાં અનેકવિધ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી હતી. મુંબઈના બેટ્સમેન યશસ્વી જયસ્વાલ વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડ વિરુદ્ધ ૨૦૩ રનની ઈનિંગ રમી છે. ૧૭ વર્ષના યશસ્વીએ ૧૫૪ બોલની ઈનિંગમાં ૧૭ ચોગ્ગા અને ૧૨ છગ્ગાની મદદથી ૨૦૩ રન બનાવી લીધા છે. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ ૧૩૧.૮૧ રહ્યો હતો. યશસ્વી વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન છે. આ પહેલા કેરળના સંજૂ સૈમસન અને ઉત્તરાખંડના કર્ણ કૌશલ આવું કરી ચૂક્યા છે. સૈમસને આ વર્ષે ગોવા સામે ૨૧૨ રનની ઈનિંગ રમી હતી.
તેઓ ટૂર્નામેન્ટમાં હાઈએસ્ટ સ્કોર બનાવનારા બેટ્સમેન છે. બીજી બાજુ કૌશલે ગત સિઝનમાં સિક્કમ વિરુદ્ધ ૨૦૨ રન બનાવ્યા હતા. યશસ્વી લિસ્ટ-એમાં બમણી સદી ફટકારનારા સાતમાં ભારતીય છે.
આ પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા, શિખર ધવન, કર્ણ કૌશલ અને સૈમસન આવું કરી ચુક્યા છે. રોહિતે સૌથી વધુ ત્રણ બેવડી સદી ફટકારી હતી. યશસ્વીએ ૧૨ વર્ષની ઉંમરમાં જાન્યુઆરી ૨૦૧૪માં અંજુમન ઈસ્લામ હાઈ સ્કૂલ(ફોર્ટ) તરફથી રમતા રાજા શિવાજી વિદ્યામંદિર(દાદર)વિરુદ્ધ ૩૧૯ રન બનાવ્યા હતા. જાઈલ્સ શીલ્ડ સ્કૂલ મેચમાં તેમણે ત્રણ સદી ફટકારવાની સાથે સાથે બન્ને ઈનિંગમાં કુલ ૯૯ રન પર ૧૩ વિકેટ લીધી હતી.