દેશનાં અર્થતંત્રને સુધારવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે આપ્યા ૧૦ મહત્વપૂર્ણ સુચનો
ભારત દેશનું અર્થતંત્ર હાલ ડામાડોળ પરિસ્થિતિમાં આવી ગયું છે ત્યારે તેને બેઠુ કરવા માટે અનેકવિધ પ્રયત્નો કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. આ તકે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા માહિતી આપતા જણાવાયું હતું કે, ભારતનાં વિકાસ દરમાં ઘટાડો થયો છે પરંતુ આગામી સમયમાં ભારતનું અર્થતંત્ર ચીનને હંફાવશે તો નવાઈ નહીં. ભારતનાં વિકાસ દર પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓ અને સ્થાનિક સંજોગોની અસર દેખાય રહી છે. વર્લ્ડ બેન્ક બાદ હવે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોર્સ એટલે કે આઈએમએફે પણ ભારતનાં વિકાસ દરમાં ઘટાડો થયો છે તેવું જણાવ્યું હતું. એપ્રિલ માસમાં લગાવાયેલા અનુમાનમાં ૧.૨ ટકાનો ઘટાડો કરતા ૬.૧ ટકા રહેવાની સંભાવના સાથે ૨૦૨૦માં ભારતનો વિકાસ દર ૭ ટકા જેટલો રહેશે તેવી આશા સેવવામાં આવી રહી છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ઘરેલું માંગમાં ઉદભવિત થયેલી આશાને વધુને વધુ નબળી પરિસ્થિતિમાં રહેવાની દહેશત વ્યકત કરવામાં આવી છે. વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ દરની સાપેક્ષમાં ભારતનાં અર્થતંત્રને પગભર થવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ૧૦ મહત્વનાં પરીબળોનો નિર્દેશ કર્યો છે જેમાં પ્રથમ આઈએમએફનાં અહેવાલ મુજબ ભારત પોતાની સ્થિતિ વિશ્ર્વનાં ઝડપી વિકાસ સાથે વર્તમાન ૬.૧નાં વિકાસ દરની સાપેક્ષમાં ૧ ટકાનાં કપાતની સંભાવના વચ્ચે અર્થતંત્ર માટે સઘન કવાયત જરૂરી છે. જયારે બીજુ પરીબળ તે જણાવવામાં આવી રહ્યું છે કે, અર્થતંત્રને મદદરૂપ થવામાં કોર્પોરેટ આવક, વેરા દરનો ઘટાડો અને કોર્પોરેટ ક્ષેત્ર માટે પર્યાવરણ સંબંધિત જોગવાઈઓની રાહત વૃદ્ધિ દરનાં સુધારા માટે મદદરૂપ થઈ શકશે.
આઈએમએફ દ્વારા સુચવવામાં આવતા ત્રીજા પરિબળ વિશે જો વાત કરવામાં આવે તો ભારતનો વિકાસ દર ૨૦૧૯માં કોર્પોરેટ અને પર્યાવરણ ઔધોગિક નિયમન અને એનબીએફસી ક્ષેત્રને પગભર કરવાના પ્રયાસોથી પરિસ્થિતિ સુધરી શકે તેમ છે તેમ પણ જણાવવામાં આવ્યું છે. જયારે ચોથો મુદ્દો જે આઈએમએફ દ્વારા આપવામાં આવ્યો છે તેમાં આઈએમએફે તાકીદ કરતા જણાવ્યું છે કે, ભારતે મુળભુત નીતિ અને માળખાકિય સુવિધાઓને હાથ પર લઈને વિકાસ દર માટે રહેલા પડકારોને હટાવી આત્મવિશ્ર્વાસ વધારવાની જરૂર છે. જયારે પાંચમાં પરીબળમાં આઈએમએફે ભારતનાં મુખ્ય પ્રતિસ્પર્ધક ચીનનાં આર્થિક વિકાસ દરનાં ૬.૬ ટકાનાં સાપેક્ષમાં ૨૦૧૯માં આ દર ૬.૧ ટકા અને ૨૦૨૦માં ૫.૮ ટકા રહેવાનો છે તેની સામે ભારતનાં વૃદ્ધિદરની સ્થિતિમાં સુધારાની આશા પણ વ્યકત કરવામાં આવી રહી છે.
આઈએમએફ દ્વારા ભારતનાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે જે છઠ્ઠો મુદ્દો સામે આવ્યો છે તેમાં આઈએમએફ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી નાણાકીય વર્ષમાં વિકાસ દર ૦.૨ ટકાનાં ઘટાડા સાથે ૭ ટકા રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એવી જ રીતે ૭માં પરીબળ સમક્ષ આઈએમએફનાં અવલોકન વર્લ્ડ બેંકનાં અહેવાલનાં બીજા દિવસે જ આવ્યો છે જેમાં ભારતનો વૃદ્ધિ ઘર ૨૦૧૯-૨૦ માટે ૬ ટકા અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં રીવીઝનનો દર ૬.૧ ટકા રહેવાનો દર્શાવવામાં આવ્યું છે ત્યારે નવમાં પરીબળ આઈએમએફ દ્વારા જે આપવામાં આવ્યો છે તેમાં અર્થતંત્રનો વિકાસ દર ૨૦૧૯માં જે ૩ ટકા રહેવા પામ્યો હતો તે ૨૦૨૦ સુધીમાં ૩ થી ૪ ટકાનાં સુધારા પર રહેશે. અંતમાં આઈએમએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ કપરી પરિસ્થિતિ છતાં પણ વૈશ્ર્વિક વિકાસ દર ૨૦૨૧ થી ૨૦૧૪નાં સમયગાળા દરમિયાન સુધરે તેવું જણાવાયું છે ત્યારે એ વાત નકકી છે કે, આગામી સમયમાં ભારતનો વિકાસ દર જેમ વધશે તેમ દેશનાં અર્થતંત્રની સ્થિતિ પણ એટલી જ સુધરશે.