સમગ્ર ભારત વર્ષમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ બાપુનાં આ સુત્રને સાકાર કરવા મદદરૂપ બને તેવી સ્માર્ટ ડસ્ટબીન તૈયાર કરનાર ધોળકિયા સ્કુલનાં બાળવૈજ્ઞાનિકો રાજયકક્ષાનાં વિજ્ઞાનમેળા માટે પસંદગી પામ્યા છે. આશીતાબેન અને અશ્ચિનભાઈ ગોંડલિયાનાં પુત્ર મંથન તથા હેતલબા અને દિપકસિંહ ઝાલાના પુત્ર ઋતુરાજસિંહ ઈલેકટ્રોનિક સરકીટનો ઉપયોગ કરી ડસ્ટબીન તૈયાર કરેલ છે. કોઈપણ વ્યકિત ડસ્ટબીન પાસે આવશે કે તરત સર્વો મોટર ફરશે પરિણામે ડસ્ટબીનનું ઢાંકણ આપો આપ ખુલ્લી જશે અને ઉપયોગ બાદ તરત જ ડસ્ટબીન બંધ થઈ જશે આ રીતે ડસ્ટબીન જાતે ખુલ બંધ થઈ જશે તેમજ ડસ્ટબીન પૂર્ણ ભરાઈ જશે તેની જાણ પણ મોબાઈલ પર થશે આથી તેમાં રહેલ કચરાનો નિકાલ કરી શકાશે. કે.જી.ધોળકિયા સ્કુલમાં ૮માં ધોરણમાં અભ્યાસ કરતા બંને બાળવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલ આ સ્માર્ટ ડસ્ટબીનનો પ્રોજેકટ રાજયકક્ષાનાં વિજ્ઞાનમેળામાં રજુઆત પામશે.
Trending
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે
- Honda Activa Electric સ્કૂટરનું ફરી થી જોવા મળ્યું ટીઝર, ચાર્જિંગ પોર્ટ બાબતે જોવા મળ્યા અપડેટ
- પનીર પરાઠા બનાવતા સમયે સ્ટફિંગ બહાર આવી જાય છે ? આ છે પરફેક્ટ રીત
- નર્મદા: સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ-રાજપીપલા દ્વારા ભૂલકાં મેળો યોજાયો