છાત્રો માટે જીવનની ગૌરવપૂર્ણ ક્ષણ બની
આર.કે. યુનિ. દ્વારા યોજાયો સાતમો પદવીદાન સમારંભ
આર.કે. યુનિવર્સિટી દ્વારા સાતમો પદવીદાન (કોન્વોકેશન) સમારંભ યોજાયો હતો. આ સમારંભ અન્ય સંસ્થાઓમાં જોવા મળતી પશ્ર્ચિમી પરંપરાથી નહીપણ ભારતીય પરંપરાના ગૌરવ વચ્ચે આયોજીત કરવામાં આવ્યો હતો રેડ કૂર્તા અને ગોલ્ડન સેશમાં રહેલા ૯૦૦થી પણ વધુ ગ્રેજયુએટસે તેમના માતા પિતા પાસેથી તેમની ડીગ્રી મેળવી કાળા રંગની ઉડતી ટોપીઓની જગ્યાએ સમગ્ર સમારંભમાં આનંદના આંસુ અને સ્મિત આત્મસાતની લાગણી હતી જે સામાન્ય રીતે આધુનિક રીતે ઉજવાતા પદવીદાન સમારોહથી મળતા નથી ૨૫થી વધુ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
જે મેળવવા તેઓ તેમના માતા પિતા સાથે સ્ટેજ પર આવ્યા હતા અને આ સમારંભમાં હાજર ખોડિદાસ પટેલ પ્રેસીડેંટ આર.કે. યુનિ., ડેનિશ પટેલ એકિઝકયુટીવ વા. પ્રેસી.આર.કે. યુનિ. ડો. તુષાર દેસાઈ વીસી, આર.કે. યુનિ. જયરાજ શાહ ઈપીપી કોમ્પોઝાઈટસ પ્રા.લી. ડો.નીલિમા પટેલ જાણીતા ફિઝિયોથેરાપીસ્ટ, કિરીટકુમાર આદરોજા એન્જલ પંપ્સ પ્રા.લી. એ એમનો ઉત્સાહ વધારી આશીર્વાદ પાઠવ્યા હતા જયારે અન્ય તમામ વિદ્યાર્થીઓને તેમના માતાપિતા દ્વારા સ્ટેજ પર જ ડિગ્રી આપવામાં આવી હતી.
કોન્વોકેશનમાં હાજર એક વાલીએ જણાવ્યું હતુકે, અમે આ નવી પધ્ધતિ કે જયાં અમે અમારા બાળકોને ડિગ્રી આપીએ છીએ તેના દ્વારા ખૂબ પ્રભાવિત અને ખુશ છીએ અમે માતા પિતા તરીકે અમારા સંતાનના જન્મથી જ આ ક્ષણને જોવાની રાહ જોતા હોઈએ છીએ અને આ આયોજન અમારા હૃદયને સ્પર્શી ગયું. અમે સ્ટેજ પરથી ઉતર્યા ત્યારે અમારી આંખોમાં હર્ષનાં આંસુ હતા.
એક વિદ્યાર્થીએ તેના માતા પિતા પાસેથી ડીગ્રી મેળવ્યા બાદ કહ્યું મને મારા માતા પિતાને ગૌરવાન્વિત કરીને એમના હસ્તે ડીગ્રી પ્રાપ્ત કરીને ખૂબ આનંદ થયો. આ દિવસને યાદગાર બનાવવા માટે હું આર.કે. યુનિ.નો આભાર માનું છું.