બગસરામાં સીવીલ હોસ્પિટલમાં અમરેલી જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ રોગચાળો ફેલાતા અને ડેન્ગ્યુના વધુ કેસો જોવા મળતા મુલાકાત લીધી હતી. છેલ્લા ઘણા સમયથી બગસરામાં રોગચાળાએ માજા મુકી છે સતત તાવના કેસો દિન પ્રતિદિન વધતા જોવા મળ્યા છે. તેમાં ઠેર ઠેર ઘરે ઘરે તાવ અને કર્ણ ધટી જવાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અને ડેન્ગ્યુના કેસો ઘરે ઘરે જોવા મળ્યા છે ત્યારે જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ આ તાલુકાની મુલાકાત લેતા બગસરા સીવીલ હોસ્પિટલની મુલકાતે આવીને હોસ્પિટલમાં શું શું જરુરીયાત તેની માહીતી બગસરા સીવીલ હોસ્પિટલના અધીક્ષક ડો. સાવલીયા પાસેથી જાણી હતી તેમજ હોસ્પિટલના બીજા ડો. ઠુમ્મર સાથે મુલકાત કરી હતી તેમજ લેબોરેટરી દર્દીઓના વોર્ડની મુલકાત કરી હતી. હોસ્પિટલના અધિક્ષક ડો. સાવલીયાએ રવજીભાઇ વાઘેલાને જણાવ્યું કે આ હોસ્પિટલમાં ૩૦ બેડ ની જગ્યાએ અને દરરોજ પાંચસોથી છસ્સો દર્દીઓ સારવાર લેવા આવે તો આ હોસ્પિટલનાની પડે છે નવી હોસ્પિટલની મંજુરી મળેલ છે. તો તાત્કાલીક ટેન્ડરીગ થાય તે માટે જીલ્લા પંચાયત લેવલે આ બાબતે ધટતું કરીને આગળ ઝડપી નવી હોસ્પિટલ બે માળની પાસ થયેલ તો ઝડપીથી ટેન્ડરીંગ મંજુરી થાય તેવી માંગણી કરી હતી.
Trending
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં