વૈશ્ર્વિક ગરીબીને ઓછી કરવાના પ્રયત્ને એનાયત કરાયો પુરસ્કાર
ભારતીય મુળનાં અભિજીત બેનર્જી તથા તેમનાં ધર્મપત્ની એસ્થર ડુફલો અને માઈકલ ક્રેમરને અર્થશાસ્ત્રનું નોબલ પુરસ્કાર આપવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો ભારતીય મુળનાં અભિજીત બેનર્જીએ ભારત દેશમાં શિક્ષા, પર્યાવરણ અને સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં કામ કરી તેનાં પર રીસર્ચ કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. અભિજીત બેનર્જી દ્વારા જે પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો તેમાં બાળકોને વધારે પુસ્તકો, મફત જમણવાર આપવાનો પ્રભાવ કે જે સૌથી ઓછો પડે છે તેવું પણ જણાવ્યું હતું. જયારે કમજોર બાળકોને ઓળખીને તેમની મદદ કરવાથી તેનું શૈક્ષણિક પરિણામ પણ સારું આવે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ તકે બેનર્જી, ડુફલો અને ક્રેમરનાં રિસર્ચથી ભારતનાં ૫૦ લાખ જેટલા બાળકોને ફાયદો થયો હોવાનું સામે આવી રહ્યું છે. અર્થશાસ્ત્રમાં મળેલા નોબલ પુરસ્કાર માટે ત્રણેય અર્થશાસ્ત્રીઓએ વૈશ્ર્વિક ગરીબી ઓછી કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસોને લઈ તેઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટવીટર ટવીટ કરી અભિજીત બેનર્જીને નોબલ પ્રાઈઝ મળતાં અભિનંદન પાઠવ્યા હતા.
૨૦૧૯નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ભારતવંશી અભિજીત બેનર્જી, એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને આપવામાં આવ્યો છે. ત્રણેય અર્થશાસ્ત્રીઓને વૈશ્વિક ગરીબી ઓછી કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયત્ન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અભિજીત બેનર્જી અમેરિકામાં એમઆઈટીના નામથી પ્રખ્યાત મૈસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. બેનર્જીએ અબ્જુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબની સ્થાપના કરી છે. અભિજીત વિનાયક બેનર્જી ૨૧ ફેબ્રુઆરી ૧૯૬૧માં કલકત્તામાં જન્મયા હતા. યૂનિવર્સિટી ઓફ કોલકાતા, જેએનયુ અને હાર્વર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તેમણે ૧૯૮૮માં હાર્વર્ડથી પીએચડી કર્યું. અભિજીતના પહેલાં લગ્ન એમઆઈટીના પ્રોફેસર ડો. અરુંધતી બેનર્જી સાથે થયા હતા. બંને સાથે સાથે કોલકતામાં ભણ્યા. જોકે ૧૯૯૧માં બંનેના ડિવોર્સ થઈ ગયા. ત્યારપછી અભિજીતે અસ્થર ડુફ્લો સાથે ૨૦૧૫માં લગ્ન કર્યા. અભિજીત સાથે નોબેલ જીતનાર અસ્થર પણ એમઆઈટીમાં પ્રોફેસર છે.નોબેલ પુરસ્કારની જાહેરાત પછી ડુફ્લોએ કહ્યું છે કે, એક મહિલા માટે સફળ થવું અને સફળતાની ઓળખ બનાવવી શક્ય છે. મને આશા છે કે આનાથી અન્ય પણ ઘણી મહિલાઓને સારું કામ કરવાનું પ્રોત્સાહન મળશે અને પુરુષ તેમને ઉચ્ચ સન્માન આપવા માટે પ્રેરિત થશે. અભિજીત બ્યૂરો ઓફ ધી રિસર્ચ ઈન ઈકોનોમિક એનાલિસિસ ઓફ ડેવલપમેન્ટના પૂર્વ પ્રેસિડન્ટ છે. તેઓ સેન્ટર ફોર ઈકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચના ફેલો અને અમેરિકન એકેડમી ઓફ આર્ટ્સ-સાયન્સ એન્ડ ધી ઈકોનોમિક્સ સોસાઈટીના ફેલો પણ રહી ચૂક્યા છે. અમર્ત્ય સેનને કલ્યાણકારી અર્થસાસ્ત્ર માટે નોબેલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ૧૯૯૯માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેમનો મુખ્ય ચૂંટણી વાયદો ન્યાય યોજના માટે અભિજીત સહિત સમગ્ર દૂનિયાના અર્થશાસ્ત્રીની સલાહ લીધી હતી. તે અંતર્ગત તે સમયે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયદો કર્યો હતો કે, દરેક ગરીબના ખાતામાં વર્ષે ૭૨,૦૦૦ રૂપિયા જમા કરાવવામાં આવશે. એટલે કે દર મહિને રૂ. ૬૦૦૦ આપવામાં આવશે. આ યોજના દ્વારા ગરીબોને મિનિમમ ઈનકમ ગેરંટી આપવામાં આવી હતી. બેનરજીએ કહ્યું હતું કે, માસિક રૂ. ૨૫૦૦-૩૦૦૦ એક સારી શરૂઆત થઈ શકે છે. આવું કહેતી વખતે હું વાર્ષિક આર્થિક પ્રતિબદ્ધતાઓને પણ ધ્યાનમાં રાખું છું. મારા મત પ્રમાણે કોંગ્રેસે ધીમે ચાલવાની જરૂર હતી. આવું કરવાથી તેમને તે વાર્ષિક આર્થિક સ્થાન મળી જાત, જેની જરૂર છે.
અભિજિત આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની નિમણૂકને ખોટી ગણાવતા કહ્યું હતું કે આવા પદ પર દાસની નિમણૂક એ અર્થતંત્ર માટે ભયાનક હશે. સોમવારે તેમણે કહ્યું કે ભારતીય અર્થતંત્ર અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં હાલત સુધરવાની આશા નથી. મધ્ય પ્રદેશના વિદિશમાં રહેતા કૈલાશ સત્યાર્થીને ૨૦૧૪માં શાંતિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમને પાકિસ્તાનના બાળ અધિકાર કાર્યકર્તા મલાલા યુસુફજઈ સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર મળ્યો હતો. કૈલાશ સત્યાર્થી બાળ અધિકારો માટે કામ કરે છે. ૧૯૮૦માં બાળકોને શિક્ષણ અને સ્વાસ્થય સેવાઓ પૂરી પાડવા સત્યાર્થીએ બચપન બચાવો આંદોલન નામની એક એનજીઓ શરૂ કરી હતી. અત્યાર સુધી તેઓ ૧૪૪ દેશોમાં ૮૩ હજારથી વધારે બાળકોની મદદ કરી ચૂક્યા છે. તેઓ ગ્લોબલ માર્ચ અગેંસ્ટ ચાઈલ્ડ લેબર (બાળ શ્રમ વિરુદ્ધ વૈશ્વિક માર્ચ)ના અધ્યક્ષ પણ છે.