રાજકોટની સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા કાલે રાત્રે ૧૭મો શરદોત્સવ યોજાશે. કાલાવડ રોડ પર કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર આ શરદોત્સવમાં સિદસરના નવ નિયુકત હોદેદારો પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ડાયરેકટર, જયેશભાઈ પટેલ તેમજ ઉંઝા ખાતે યોજાનારા લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરાનું સન્માન કરવામા આવશે. આ ઉપરાંત ફીલ્ડ માર્શલ બ્લડ બેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ શરદોત્સવમાં પારિવારીક સાંસ્કૃતિક તેમજ હાસ્યરસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે રાજકોટના કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાછળ કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે રાત્રીનાં સાડા આઠ કલાકે યોજાનારા શરદોત્સવમાં રાજકોટમાં વસતા અંદાજે ૩૦,૦૦૦ કડવા પાટીદારોને ગણતરીની મીનીટોમાં દુધપૌવાની પ્રસાદી મળી રહે તેવી શિસ્તબધ્ધ વ્યવસ્થા ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ઉમિયા સોશ્યલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ દલસાણીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે હજારો કડવા પાટીદાર પરિવારો એક સાથે બેસીને દુધપૌવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શરદોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપતા ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમીયા યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ દલસાણીયા, ઉપપ્રમુખ હરીભાઈ કલોલા, મંત્રી સુરેશભાઈ વડાલીયા, ખજાનચી, ગોરધનભાઈ કણસાગરા તેમજ ટ્રસ્ટી મહેશભાઈ ભુવા, પ્રવિણભાઈ જીવાણી, ચંદુભાઈ કાલાવડીયા, મનસુખભાઈ ભાલોડીયા તથા શરદોત્સવની તૈયારીઓની તૈયારીઓની માહિતી આપતા જે.એમ. પનારા વગેરે નજરે પડે છે.