ગાંધીજીની ૧પ૦મી જયંતિના ઉપલક્ષ્યે
આદર્શ ગામની પ્રસ્તુતી ઉપરાંત ગાંધીજીના જીવન, મુલ્યો અને આદર્શોને ડિજિટલ ઇન્ટરેકટીવ ડિસ્પ્લે દ્વારા પ્રદર્શિત કરાશે: એલઇડી સ્ક્રીન થ્રી-ડી હોલોગ્રામ અને વર્ચ્યુઅલ રીયાલીટી દ્વારા અત્યાધુનિક ઢબે માહિતી અપાશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇ.સ. ૨૦૧૪માં પહેલીવાર કેન્દ્ર સરકારમાં સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારે જ જાહેરાત કરી દીધી હતી કે મહાત્મા ગાંધીની ૧પ૦મી જયંતિ દેશભરમાં દબદબાપૂર્ણ રીતે ઉજવાશે. છેલ્લા ૧ વર્ષથી કેન્દ્રીય માહીતી અને પ્રસારણ મંત્રાલય ગાંધીજીવન અને ગાંધીકવનને રાષ્ટ્રીય ફલક પર મુકવા માટે સઘન પ્રયાસો કરી રહ્યું છે. આના ભાગરુપે ભારતભરમાં ર૧ શહેરોમાં આધુનિકતમ ટેકનોલોજી દ્વારા ગાંધી પ્રદર્શન યોજાયા છે. દેશમાં બે શહેરો ગૌહાટી અને રાજકોટમાં અને રાજકોટમાં મેગા મલ્ટી મીડિયા ડિજીટલ પ્રદર્શન યોજાવાના છે. જયારે અન્ય જગ્યાઓએ મઘ્યમ કક્ષાના પ્રદર્શન યોજાઇ રહ્યાં છે.
પત્રકાર પરિષદ સંબોધતા કેન્દ્રીય માહીતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા એડીશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડીયાએ કહ્યું કે ગાંધી વિચાર એ વિશ્ર્વમાં ભારતની ઓખળ છે. કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધીના મૂલ્યો લોકો જાણે, માણે અને અપનાવે તેવા હેતુસર દેશભરમાં આવા ડિજીટલ મલ્ટી મીડીયા પ્રદર્શનો યોજાયાં છે. રાજકોટ જીલ્લા કલેકટર ના પ્રતિનિધિ આસિસ્ટન્ટ કલેકટર ગ્રામ્ય ડો. ઓમપ્રકાશની વિશેષ ઉ૫સ્થિતિમાં ધીરજ કાકડીયાએ માહીતી આપી હતી.
રાજકોટમાં તા. ૧ર ઓકટોબર ૨૦૧૯થી તા. ૧૮ ઓકટોબર ૨૦૧૯ સુધી આ પ્રદર્શન જાહેરજનતા માટે કોઇપણ પ્રવેશ ટિકીટ વગર ખુલ્લુ રહેશે. કેન્દ્રીય કૃષિ અને ખેડુત કલ્યાણ રાજયમંત્રી પરસોતમભાઇ પાલા તા. ૧ર ઓકટોબર ૨૦૧૯ના બપોરે ૩ કલાકે રાજકોટના સંસદસભ્ય તેમજ અન્ય મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં પ્રદર્શનને વિધિવત ખુલ્લુ મુકશે.
ડો. કાકડલીયાએ જણાવ્યું કે પ્રદર્શનમાં અત્યાધુનિક ઇન્ટરેકટીવ ડીવાઇસ દ્વારા મહાત્મા ગાંધીના જીવન, મુલ્યો અને આદર્શોને ડીઝીટલ ડીસ્પ્લે દ્વારા પ્રદર્શીત કરાશે. એલઇડી સ્ક્રીન,૩-ડી હોલોગ્રામ અને વર્ચ્યુઅલ દ્વારા અત્યાધુનિક ઢબે માહીતી અને જ્ઞાન પીરસવામાં આવશે. ડો. કાકડીયાએ વધુમાં જણાવ્યું કે બાળકો માટે આ પ્રદર્શન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. કારણ કે મનોરંજક રીતે ગાંધીજીવન મૂલ્યો સમજાવાશે.
કાકડીયાએ કહ્યું કે આગામી નવેમ્બરના કચ્છમાં ભુજ ખાતે પણ ડીજીટલ મીડીયાના માઘ્યમથી વિશાળ ગાંધી પ્રદર્શન યોજવાનુ: કેન્દ્ર સરકારનું આયોજન છે. પોરબંદરમાં તા.ર ઓકટોબર થી ૬ ઓકટોબર સુધી મઘ્યમ કક્ષાનું ડીજીટલ પ્રદર્શનનું પણ કેન્દ્ર સરકારના રીજનલ આઉટરીય બ્યુરો દ્વારા આયોજન થયું હતું. રાજકોટ ખાતે
યોજાનાર પ્રદર્શનમાં ગાંધીજીના પુસ્તકોનો બુક સ્ટોલ જયાંથી પુસ્તકો વાંચી કે ખરીદી પણ શકાશે.