દુધની સપ્લાય માટે શ્રીલંકાએ ભારતીય સહકારી સંસ્થાઓ સાથે કરારો કર્યા
વિશ્ર્વનાં સૌથી મોટા દુધ ઉત્પાદક ભારત દેશે દુધ અને દુધનાં ઉત્પાદનોની સપ્લાય માટે શ્રીલંકા સાથે એમઓઆઈ એટલે કે મેમોરેન્ડમ ઓફ ઈન્ટ્રેસ્ટ પર હસ્તાક્ષર કર્યા છે. દિલ્હી ખાતેનાં પ્રગતિ મેદાન ખાતે આયોજીત દેશનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સહકારી વેપાર મેળાનાં ઉદઘાટન સમયે ભારત અને શ્રીલંકા વચ્ચે હસ્તાક્ષર થયા હતા. શ્રીલંકા સરકાર સાથે થયેલા ૩ એમઓયુ પર જે હસ્તાક્ષર થયા છે તેમાં ભારત પાસેથી દુધ ખરીદવામાં રસ દાખવ્યો છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એનસીડીસીનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ સુધી આ જથ્થો અને ભાવનો હવાલો અપાયો નથી. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર તમિલનાડુ દુધ કો.ઓપરેટીવ ફેડરેશન દ્વારા શ્રીલંકાની સરકાર સાથે દુધનાં વેચાણ અને તેની સપ્લાય માટેનાં કરારો કર્યા છે. તામિલનાડુ મિલ કોર્પોરેટીવ ફેડરેશન અવિન બ્રાન્ડ ધરાવે છે સાથો સાથ તે મિલ્ક કોર્પોરેટીવ ફેડરેશનમાં પોનલેઈટ બ્રાન્ડ અને ફર્ટીલાઈઝર કંપની ઈન્ડિયા પોટાસ લીમીટેડને પણ ધરાવે છે ત્યારે એ વાત સ્પષ્ટ થઈ રહી છે ત્યારે શ્રીલંકા જયારે હવે ભારતનું દુધ પીશે તેથી ભારતની આવકમાં પણ વધારો થાય તેવી વાત સામે આવી છે. દુધ પિતા હૈ ઈન્ડિયા જેવા અભિગમોને સાર્થક કરવા માટે અને કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાનાં પગલે ભારત દેશ શ્રીલંકા જેવા અનેક દેશો સાથે વિકાસલક્ષી વ્યાપારમાં સહભાગી થઈ રહ્યા હોવાનું સામે આવે છે ત્યારે શ્રીલંકા સાથે થયેલા કરાર અનેકવિધ હકારાત્મક પરિણામો આપશે તે વાતમાં શંકાને સ્થાન નથી.