વિવિધ સમાજના શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી રાસ ગરબાની મજા માણી
રંગીલા રાજકોટમાં નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આર્યા હોલીડે દ્વારા બાય બાય નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જાણીતા કલાકારોના સથવારે પરંપરાગત વેશભૂશામાં ખેલૈયાઓ મનભરીને ગરબે ધૂમ્યા હતા વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહીને ગરબાની મજા માણી હતી. વિજેતા થયેલા ખેલૈયાઓ પર ઈનામોનો વરસાદ વરસ્યો હતો.
અબતક સાથેની વાતચીત દરમિયાન શનિ કોટેચાએ જણાવ્યું હતુ કે આર્યા હોલિડે સતત પાંચ વર્ષથી એક દિવસીય નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. આ વર્ષે નવા રંગરૂપ સાથે બાય બાય નવરાત્રીનું જાજરમાન આયોજન કર્યું છે. ખેલૈયાઓ મન મૂકીને રમી રહ્યા છે. વિજેતા ખેલૈયાઓ લાખેણા ઈનામોની વણઝાર થશે. અમારા આમંત્રણને માન આપીને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહી ગરબાનો આનંદ માણી રહ્યા છે.
દિપ પ્રાગટય નિતિનભાઈ ભારદ્વાજ રીવાબા જાડેજા સહિત મહાનુભાવોના હસ્તે થયું હતુ અને બહોળી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત પહેરવેશમાં ગરબે ધૂમી રહ્યા છે.