સમગ્ર ઘટનાની સુનાવણીમાં સ્વતંત્ર સાહેદને ઉલટ તપાસમાં ભીડવવો બચાવ પક્ષના વકીલ માટે કપરી કસોટી
સમાજમાં બનતી ઘટનાઓમાં શરીર સંબંધી ગુના કે અન્ય પ્રકારના ગુનાઓમાં પોલીસે ભોગ બનનારની ફરિયાદ નોંધ્યા બાદ આ કેસ અદાલત સમક્ષ આવે છે ત્યારે સમગ્ર ઘટનાને નિહાળનાર વ્યક્તિને ‘ચાન્સ વિટનેશ’ની ભૂમિકા કેસમાં મહત્વની હોય છે જે સમગ્ર ઘટના પ્રકાશ પાડે છે. જેથી કોર્ટને કેસમાં નિર્ણાયક પ્રક્રિયા તરફ લઈ જવામાં મહત્વનું કાર્ય કરે છે.
‘ચાન્સ વિટનેશ’ એટલે આખા કેસમાં સૌથી વધુ જાણતા હોય તે વ્યક્તિ દા.ત. કોઈ એક વ્યક્તિ સ્કૂટર પર જતાં હોય ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે અકસ્માત કર્યો ત્યારે કોઈ ઓળખતી વ્યક્તિ કે અજાણી વ્યક્તિ અકસ્માતનો ભોગ બનનારને સારવારમાં લઈ જાય, અકસ્માત સર્જનારને પકડી લે કે તેને જોયા હોય કે વાહન જોયુ હોય એટલે કે આખો બનાવ જે વ્યક્તિએ નિહાળ્યો હોય તે વ્યક્તિ ‘ચાન્સ વિટનેશ’ કહેવાય, કોઈ વ્યક્તિ ઓળખતા હોય અને બનાવ નિહાળ્યો હોય અને ભોગ બનનારને સારવારમાં લઈ ગયા અવા કોઈ અજાણી વ્યક્તિ જે સમગ્ર બનાવને નિહાળ્યો હોય અને સારવારમાં લઈ ગયા તે વ્યક્તિને ‘ચાન્સ વિટનેશ’ કહેવામાં આવે છે.
એવું જરૂરી નથી હોતુ કે, ફરિયાદીને ઓળખતા હોય કે પછી આરોપીને ઓળખતા હોય એવું જરૂરી નથી સમગ્ર બનાવ પર પ્રકાશ પાડે તે ‘ચાન્સ વિટનેશ’ કહેવાય છે. ‘ચાન્સ વિટનેશ’એ પોલીસને આપેલા નિવેદનમાં તેની સહીની જરૂર રહેતી નથી. વિટનેશના અનેક પ્રકાર હોય છે જેમાં ‘ચાન્સ વિટનેશ’ને સ્ટાર વિટનેશ પણ કહેવાય છે.
કલમ ૧૬૧ હેઠળ પોલીસ સાક્ષીઓની જુબાની નોંધી શકે
આ પ્રકરણ હેઠલ પોલીસ, તપાસ કરનાર કોઈ પોલીસ અધિકારી અવા રાજ્ય સરકાર તે માટે સામાન્ય કે ખાસ હુકમી ઠરાવે તેથી નીચલા દરજ્જાના ન હોય તેવા અને તેની માંગણી ઉપરી પગલા લેતા પોલીસ અધિકારી કેસની હકીકત અને સંજોગોથી જે વ્યક્તિ માહિતગાર હોવાનું માનવામાં આવતું હોય તે વ્યક્તિની મૌખિક જીબાની લઈ શકે તથા આવા કેસ અંગે જે પ્રશ્નના જવાબ આપવાથી પોતાના ઉપર કોઈ ફોજદારી તહોમત આવી પડે અવા પોતે કોઈ દંડ કે જપ્તીને પાત્ર બને તેમ હોય તે પ્રશ્નનો સિવાયના, તે અધિકારી પુછે તે તમામ પ્રશ્ર્નોના આવા જવાબ આપવા તે વ્યક્તિ બંધાયેલ રહેશે તા આ કલમ હેઠળની જુબાની દરમિયાન પોતાની સમક્ષ જે કન કરવામાં આવે તેને પોલીસ અધિકારી લખી લઈ શકશે અને તે એમ કરે તો, જેનું કન તે લખી લે તે દરેક વ્યક્તિના કનની તેઓ અલગ અને સાચી લિખિત નોંધ રાખવી જોઈએ. વિશેષમાં કાયદાકીય જોગવાઈ મુજબ કલમ ૧૬૨ની જોગવાઈ પ્રમાણે પોલીસ નિવેદનમાં સાક્ષીની સહી લેવી જરૂરી નથી.