વિજેતાઓને પ્રોત્સાહન રૂપે આકર્ષક ઈનામો અપાયા
શહેરનાં ૧૫૦ ફૂટ રીંગરોડ પર ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા તેમના સમાજના ભાઈઓ બહેનો માટે એકદિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતુ અંદાજે ૨૫૦૦ જેટલા ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. તથા પ્રોત્સાહન રૂપે સારૂ રમવાવાળા ખેલૈયાઓ ને ઈનામો પણ આપવામાં આવ્યા હતા જેમાં તેમના સમાજના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ખેલૈયાઓ ગરબાના તાલે પૂરા જોષથી જુમ્યા હતા.
હરેશભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સ્પંદન રાસોત્સવનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતુ. એમાં જે સારૂ રમે છે. સારા કલાકારો છે. એવા લોકોને એક પ્લેટફોર્મ મળે અને સમાજના લોકો આગળ વધે એ માટેનું અમારૂ આયોજન હોય છે. ૨૫૦૦ જેટલા ખેલૈયાઓ અહી રમ્યા અમારો કાર્યક્રમ આજે ખૂબ સફળ રહ્યો છે.