ગુજરાત આહીર સમાજ, સોમનાથ ટ્રસ્ટ અને ભાલકા પૂર્ણીમા સમિતિ દ્વારા આયોજન: ધ્વજા રોહણ, ધર્મધ્વજ રયાત્રા, નારાયણ યાગ, સત્યનારાયણ પૂજન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે
શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણીમા સમીતીના સંયુકત ઉપક્રમે તા.૧૦ થી ૧૩ ઓકટોમ્બર સુઘી ત્રી-દીવસીય ભાલકેશ્વર મહોત્સવ નુંં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં આહીર સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના નૂતન દેવાલય પર સુવર્ણશિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ઘ્વજારોહણ, ઘર્મઘ્વજ રથયાત્રા, નારાયણયાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહીત ના વિવિઘ કાર્યક્રમો યોજાશે.
જેમાં ખાસ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમી એવી દ્વારીકા નગરીથી મર્મભૂમી એવા ભાલકાતીર્થ સુઘીની આહીર સમાજ દ્વારા ભવ્ય ઘર્મઘ્વજ રથયાત્રા યોજાશે. જે અર્ંતગત આજે ગુરૂવારના સાંજે પાંચ કલાકે દ્વારકાઘીશ મંદીરને આહીર સમાજ દ્વારા ઘ્વજારોહણ કરાશે દ્વારકાઘીશ મંદીરેથી ઘ્વજારોહણ કર્મ સંપન્ન કરી અને રાત્રી આહીર સમાજની વાડી ખાતે પ્રખર ભાગવતાર્ચાય ડો.મહાદેવપ્રસાદ મહેતાનું શ્રીકૃષ્ણની ઘર્મસંસ્થાપનાના વિષય પર વિશેષ વકતવ્ય યોજાશે સાથે દાંડીયારાસ ને રમઝટ પણ બોલાવાશે.
ત્યાર બાદ તા.૧૧/૧૦/૨૦૧૯ને શુક્રવારના સવારે ૦૯:૦૦ કલાકે દ્વારીકાથી ભાલકાતીર્થ સુઘી શ્રી કૃષ્ણના ઘર્મસંસ્થાપન રૂપ ઘર્મઘ્વજ તથા શ્રીકૃષ્ણના મુખથી ગવાયેલી વિચારઘારા રૂપ શ્રીમદ ભાગવત ગીતા ને રથમાં પ્રસ્થાપીત કરાશે અને આ રથયાત્રાને પ્રસ્થાન થશે જે ઉપલેટા અને જુનાગઢ સહીતના ગ્રામો-નગરોમાંથી પસાર થઇ તા.૧૨/૧૦/૨૦૧૯ને શનિવારના રોજ વેરાવળ થઇ ભાલકાતીર્થ ખાતે પહોંચશે. આ રથયાત્રામાં ખાસ આહીર સમુદાયના લોકો તેમના પરંપરાગત પરીઘાન સાથે બહોળી સંખ્યામાં જોડાશે. જે અનેરા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
તા.૧૩/૧૦/૨૦૧૯ને રવીવારના રોજ સવારે આઠ વાગ્યાથી નારાયણ યાગોનો શંભારંભ થશે તેમજ સવારે ૧૦ વાગ્યાથી ૧૫૧ સત્યનારાયણ કથા નો શુભારંભ થશે બપોરે ૧:૪૫ વાગ્યે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે નૂતન મંદીરનો ઘ્વજારોહણ તથા સુવર્ણ શિખરાર્પણનું કાર્ય પૂર્ણ થશે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૦૨ વાગ્યા સુઘી મહાપ્રસાદ બાદ દીવસભર ઘાર્મીક કાર્યક્રમો બાદ રાત્રીના ભવ્ય કસુંબલ લોકડાયરો અને સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જેમાં નામાંકીત કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે. ભાલકાતીર્થ ખાતે પાંચ વર્ષ આગાઉ આહીર સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનુ ભવ્ય આયોજન હાથ ઘરવામાં આવેલ જેમાં રાજય ઉપરાંત દેશના જુદા જુદા પ્રાંતોમાંથી આહીર સમાજ મહાસાગરરૂપે છલકાયો હતો અને ભજન, ભોજન, ભકતીના ત્રીવેણી સંગમ સાથે ઇતીહાસ સર્જાયો હતો. ત્યારે ઠીક પાંચ વર્ષ બાદ ફરી ભાલકાતીર્થ ખાતે આહીર સમાજ દ્વારા ભૂતકાળ જીવંત કરાશે.