તાજેતરમાં રાજુલાની વચ્ચોવચ્ચ ઉમેલો મોહન ટાવર કે જે રાજુલાની શાન છે અને આ ટાવર રાજુલાની ચડતી પડતીનો સાક્ષી છે. જેણે કેટ કેટલાય વર્ષોથી અડગ ઉભો રહીને રાજુલાનો વિકાસ ઝંખી રહ્યો હતો. પરંતુ છેલ્લા લગભગ ર૦ વર્ષથી આ ટાવરે જાણે મૌન ધારણ કરેલ હોય તેમ તેના ડંકા બંધ પડી ગયેલા હતા. અને ટાવરની ઘડીયાળ પણ બંધ હતી. આ ટાવરની ઘડીયાળની સાથે રાજુલાનો વિકાસ અને રાજુલાની જનતા જનાર્દન પણ જાણે મૌન બની ગયેલ હતી. ર૦ વર્ષ બાદ રાજુલા નગર પાલીકાના ધારાસભ્ય અંબરીશ ડેરની આગેવાનીમાં ઉતાર ચઢાવ વચ્ચે ફરીયાર શાસનની ધુરા સંભાળેલ હતી. અને નગરપાલિકાના પ્રમુખ કાન્તાબેન કિશોરભાઇ ધાંખડા અને ઉપપ્રમુખ કનુભાઇ ધાંખડા ચુંટાઇ આવેલા ત્યારે પ્રથમ દિવસથી જ ધારાસભ્ય દ્વારા મૌન ધારણ કરીને ઉભેલા ટાવરનો બોલતો કરાવવા માટે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા સુચના આપેલ હતી. અને તેનો અમલ થાય તે માટેના પ્રયત્નો નગરપાલિકાના તમામ સદસ્યોને સાથે રાખીને હાથ ધરવામાં આવેલ હતા. અને દશેરાના દિવસે રાજુલાની શાન સમો મોહન ટાવરને બોલતો કરવામાં આવ્યો એટલે કે ટાવરની ઘડીયાળ શરુ કરીને તેમાં પૂર્વવત ડંકાઓ વાગતા કરવામાં આવ્યા. જેવી રીતે મૌન ધાર કરેલ ટાવર બોલતો થયો તેવી રીતે રાજુલા જનતા પણ અન્યાય સામે અવાજ ઉઠાવતી અને ટાવરના ડંકાની જેમ બોલતી થાય તેવું ધારાસભ્યનું સુચન છે. તેમજ મોહન ટાવરના ડંકા વાગતા ધારાસભ્ય ડેરના ફોનની ઘંટડીઓમાં અભિનંદનની વર્ષા થયેલ છે.
Trending
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?
- સૂતી વખતે પગમાં ‘નસ’ ચડી જાય છે તો…
- ભારતીય હાઈ કમિશને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુઓ પરના ‘અત્યંત નિરાશાજનક’ હુમલાની નિંદા કરી
- વિશાખા નક્ષત્રમાં સૂર્યના સંક્રમણને કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આકસ્મિત લાભ થાય,મુશ્કેલીમાં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.