માનસિક સ્વાસ્થ્યને લઇ ર૧૦ર લોકો પર કરાયેલા અભ્યાસમાં માત્ર ૨૮.૬ ટકા લોકો જ માનસિક રોગ અંગે જાગૃત જોવા મળ્યા!
માનસિક આરોગ્ય નિષ્ણાંતો દ્વારા સમયાંતરે ડિપ્રેશનની માનસિક તનાવની વધતી જતી ઘટનાઓ અને તેની જાગૃતિના અભાવને લઇ ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ અમદાવાદની ટેગ્રામ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં અમદાવાદમાં માત્ર ૨૮.૮ ટકા લોકો માનસિક લક્ષણોથી વાકેફ છે. તેવું તારણ નિકળ્યું હતું. આ અભ્યાસ શહેરના આશરે ૨,૧૦૨ લોકો પર કરાયો જેમાં શિક્ષકો અને કોલેજના વિઘાર્થીઓ અને સ્કુલના વિદ્યાર્થીઓ સામેલ છે.
તારણોના આધારે નિષ્ણાતો કહે છે કે દેશમાં હતાશા અને માનસીક સ્વાસ્થ્યના વિવિધ પાસાઓ અંગે જાગૃતિ લાવવા ઠોસ પગલા લેવાની જરુર છે. ટેન્ગ્રામના ફાઉન્ડર ડો. નિર્મત સિહે કહ્યું કે ઇન્ટરનેટ દ્વારા માહીતી મેળવતા યુવાનો કયારેક ખોટી માહીતીના કારણે ડિપ્રેશન નો શિકાર બને છે. માનસિક સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃતિ અને સચોટ માહીતી માટે શાળા તેમજ કોલેજ સ્તરે વિવિધ સક્રિય પગલાઓ હાથ ધરવાની જરુર છે. માનસિક સ્વાસ્થય અંગે લોકોમાં ભ્રામક ખ્યાલ છે અને લોકો માનસિક સ્વાસ્થ્ય અંગે વાત કરતાં કે મદદ લેતા સંકોચ અનુભવે છે.
ડિપ્રેશનનો ઉપાય અને ઉપચાર જાગૃતિ છે. આ અઘ્યયન મુજબ માનસિક ક્ષતી ગ્રસ્તોને સહાનુભુતિની જરુર હોય છે. જો કે શિક્ષણનો અભાવ અને ખર્ચાળ સારવારને કારણે લોકો મદદ માંગતા નથી. નિષ્ણાંતોનુ કહેવું છે કે માનસિક ક્ષતિ માટે જાગૃતિની સાથે સ્વીકૃતિ વધે તે પણ જરુરી છે.
અભ્યાસ પ્રમાણે કુલ ૨,૧૦૨ લોકોનો સર્વે કરાયો હતો જેમાં હાઇસ્કુલના ૧૦૦૦ વિઘાર્થીઓ કોલેજના ૭૨૬ વિઘાર્થીઓ અને ૩૭૬ શિક્ષકોનો અભ્યાસ કરાયો હતો.
જેમાં હાઇસ્કુલના વિઘાર્થીઓમાં સૌથી વધુ પ્રમાણમાં ડિપ્રેશન અંગે જાગૃતિ જોવા મળી. જયારે મહીલાઓ પણ મોટા પ્રમાણમાં જાગૃત જોવા મળી જયારે આર્ટસના વિઘાર્થીઓ સૌથી વધુ જાગૃત જોવા મળ્યા.જયારે અંગ્રેજી માઘ્યમની સ્કુલના વિઘાર્થીઓમાં ડીપ્રેશન અંગે જ્ઞાન જોવા મળ્યું અને ગુજરાતી મીડીયમના લોકોમાં ડીપ્રેશન અંગે વિશેષ જાગૃતતા જોવા મળી હતી.