સતત ૬ વર્ષથી સમાજના આગેવાનો દ્વારા આયોજન: આયોજકો અબતકને આંગણે
વિવિધ સામાજીક પ્રવૃત્તિઓ કરતી કોળી સેના દ્વારા એક દિવસીય દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુરૂવારના રોજ સાંજે ૭ કલાકે સ્થળ ધોળકીયા સ્કુલ સામે બાલાજી હોલ પાછળ ૧૫૦ ફૂટ રીંગરોડ રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. આ આયોજનમાં સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓ ભાગ લઈ શકશે. સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓ માટે કોળી સેના રાજકોટ છેલ્લા ૬ વર્ષથી આયોજન કરી રહી છે. આ આયોજનમાં કોળી સમાજના રાજકીય આગેવાનો, સામાજીક કાર્યો કરતા પ્રતિષ્ઠીત આગેવાનો, કોળી સમાજના બધા ક્ષેત્રોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ, ડોકટરો, પોલીસ સ્ટાફ એડવોકેટસ, શિક્ષકો, અને ઉદ્યોગપતીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારશે. આત કે આયોજકોએ અબતકની મુલાકાત લીધી.
આ આયોજનના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોતમભાઈ સોલંકી અને તેમના પુત્ર દિવ્યેશભાઈ પી. સોલંકી ઉપસ્થિત રહેશે.
આ આયોજનને સફળ બનાવવા કોળી સેના રાજકોટની ટીમ કોળી સેના પ્રમુખ અજયભાઈ ડાભી જીતુભાઈ જારેરા, ચિરાગભાઈ ડાભી, ડો. વિશાલભાઈ માયાણી, મયુરભાઈ કુકડીયા, વિપુલભાઈ સોલંકી, રોનકભાઈ કુકડીયા અને રાજુભાઈ સાપરા વગેરે જહેમત ઉઠાવી રહી છે.