રાસોત્સવમાં એકત્રીત થનાર ફંડ ફાળાનો મંદબુધ્ધિના બાળકો માટે ઉપયોગ કરાશે: કાર્યક્રમની રૂપરેખા લઈ આયોજકો અબતકને આંગણે
સમસ્ત કોળી સમાજ એટલે કે ચુંવાળીયા,તળપદા, ઘેડીયા ત્રણે સમાજના લોકો દ્વારા સોમવારે બાય બાય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં એકત્રીત થયેલ ફંડ ફાળાને મંદબુધ્ધિના બાળકોનાં લાભાર્થે વાપરવામાં આવશે મહત્વનું છે કે સમસ્ત કોળી સમાજના આ રાસોત્સવમાં સોશ્યલ મેસેજને પણ મહત્વ અપાયું છે. પહેલીવાર પાસ ઉપર પર્યાવરણ, બેટીબચાઓ રકતદાન જેવા સ્લોગન લખાયા છે.
આ સમગ્ર કાર્યક્રમને લઈ જયેશ ઠાકોર, દેવાંગ કુકાવા, કલ્પેશભાઈ બાવરીયા, શનિ સુરેલા, વલ્લભભાઈ રંગપરાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.
જય વેલનાથ જય માંધાતા સમિતિ પ્રેરિત કંગન કલબ દ્વારા ૧૪.૧૦ને સોમવારના રોજ સાંજે ૭ કલાકેથી ચુંવાળી, તળપદા, ઘેડીયા, ઘેડીયા સમસ્ત જ્ઞાતિના સમુહ રાસોત્સવનું ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ, ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ ખાતે જાજરમાન આયોજન કરવામા આવ્યું છે. કોળી ઠાકોર રાસોત્સવમા સમાજના રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ડોકટરો, વકીલો, પોલીસ મિત્રો ઉચ્ચ અધિકારી કર્મચારીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. રાસોત્સવમાં પ્રિન્સ પ્રિન્સેસ, વેલડ્રેસમાં પ્રથમ ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓને જ્ઞાતિના આગેવાન દ્વારા ઈનામ આપવામાં આવશે. આ આયોજનમાં ટોકન દરે પાસ રાખવામાં આવ્યા છે.
આ પાસનાં વેચાણ દ્વારા જે વધારાની આવક થશે તે આવક મંદબુધ્ધિના બાળકોના લાભાર્થે વાપરવામાં આવશે. સમગ્ર ગુજરાતનાં કોળી સમાજમાં સૌ પ્રથમવાર મંદબુધ્ધિના બાળકોના લાભાર્થે આયોજન કરવામા આવેલ છે. સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ખેલૈયાના પાસમાં બેટી બચાવો, પર્યાવરણ બચાવો, સ્વચ્છતા ભારત, રકતદાન, વ્યસનમૂકિત અભિયાન, નેત્રદાન, ડિજીટલ ઈન્ડીયા આ સંદેશાઓનાં સ્લોગન મૂકવામાં આવેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવાંગ કુકાવા, કલ્પેશભાઈ બાવળીયા, અશોકભાઈ ચૌહાણ, હિતેષભાઈ ધોળકીયા, ભાવેશભાઈ વાલાણી, શૈલેષભાઈ માલમ, રામભાઈ સુરેલા, સંજયભાઈ દાદુકીયા, અરૂણાબેન મગવાનીયા, મનિષાબેન માલકીયા, હિતેષભાઈ રાઠોડ, શનિભાઈ સુરેલા, મનોજભાઈ ડેડાણીયા, સચીનભાઈ ચૌહાણ, દિલીપભાઈ વાઘેલા, સંજયભાઈ ચાવડા જહેમત ઉઠાવી રહ્યા છે.