ફેમસ સીંગરો પોતાના સુરીલા અવાજથી ખેલૈયાઓને આકર્ષી રહ્યા છે
જૈનમ નવરાત્રી રોજ નવા શીખરો સર કરી રહ્યું છે સમગ્ર આયોજનને ચોતરફથી પ્રશંસા મળી રહી છે. ખ્યાતનામ સીંગરો અવનવા ગીતો ગરબા ગાઈ ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે. જૈનમ નવરાત્રી મહોત્સવ રોજને રોજ ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ ધૂમ મચાવતું પંકજ ભટ્ટનું સાંજીદા, ચૂનીંદા ગાયકો થકી સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. મહાનુભાવોનાં હસ્તે મહાઆરતી અને ત્યારબાદ રાસ ગરબાની રમઝટ જામે છે. વિજેતા ખેલૈયાઓને આકર્ષક ગિફટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
જૈનમમાં દરેક ખેલૈયાઓ પારિવારીક માહોલમાં રમે છે ગરબા: કાશમીરાબેન
અબતક સાથેની વાતચીત દરમિયાન કાશ્મીરાબેન નથવાણીએ, જણાવ્યું હતુ કે રાજકોટમાં જૈનમ ગ્રુપ દ્વારા ખૂબજ શ્રેષ્ઠ અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તથા ત્યાં પારિવારીક માહોલમાં દરેક ખેલૈયાઓને ગરબે રમવા મળે છે. જે ખૂબજ પ્રશંસનીય છે તથા જૈનમ ગ્રુપની એન્ટ્રી તથા માતાજીની મૂર્તિને પણ વખાણ્યા હતા અને આવનારા વર્ષોમાં બેનમૂન નવરાત્રી થશે એવો આશા વ્યકત કરી હતી.
અહીં ખેલૈયાઓને રમતા જોઈ ખૂબ આનંદ થયો: માંધાતાસિંહ જાડેજા
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટનાં રાજવી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે નવરાત્રીનાં પાવન તહેવાર સમગ્ર જૈન સમાજને રાજ પરિવાર વતી શુભકામના પાઠવું છું કહેવાય છે કે દેવી શકિત એવા માં જગદંબાનો આસુરી શકિતઓ ઉપરનો વિજય એટલે નવરાત્રી વધુમાં કહ્યું હતુ કે ધરની લક્ષ્મી તથા સ્ત્રીઓનું માન સન્માન જળવાય ત્યાં જ દેવાનો વાસ થાય છે. ઉપરાંત ‘મા’એ વિશ્ર્વનો સૌથી નાનો મંત્ર છે. તેમાં આખુ વિશ્ર્વ આવી જાય છે. અને આજના યુવાનોને પણ અભિલાષા ઓપી હતી અહીયા આવીને ખેલૈયાઓને રમતા જોઈને ખૂબજ આનંદ થયો.
ખેલૈયાઓ કોઈપણ જાતની બીક વગર ગરબે રમે છે: ચેતન ગણાત્રા
અબતક સાથેની વાતચીત દરમિયાન ચેતન ગણાત્રાએ જણાવ્યું હતુકે જૈનમ ગ્રુપની નવરાત્રીનું આયોજન ખૂબજ શાનદાર છે. તેમજ જૈનમમાં પોઝીટીવ તથા ફેમીલી એન્વાર્યમેન્ટ નું જૈનમમાં આવતા ખેલૈયાઓ કોઈપણ જાતની બિક વગર ગરબે રમતા જોવા મળ્યા છે તે મને ખૂબજ આનંદની અનુભુતી થઈ છે.