પ્રધાનમંત્રીના રાજકોટ આગમનને વધાવવાની તૈયારીઓને અપાયો આખરી ઓપ: જુદા જુદા સ્ળોએ વિવિધ સંસઓ નરેન્દ્ર મોદીને ફૂલડે વધાવી ઉષ્માભર્યું સ્વાગત કરશે

આવતીકાલે નર્મદા નીરને વધાવવા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રમ વખત રાજકોટ પધારી રહ્યાં છે. ત્યારે લોકલાડીલા પીએમને સત્કારવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની વિવિધ સંસઓ દ્વારા વડાપ્રધાનનાં સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. સંસના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્તિ રહી પીએમને ફુલડે વધાવી ઉષ્માભેર સ્વાગત કરશે.

સ્વામીનારાયણ ગુરૂકુળ

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની શુકનવંતી ભૂમિ પર આજી ડેમમાં નર્મદાના નીરને વધાવવા પધારી રહ્યાં છે ત્યારે એરપોર્ટ ઉપર સ્વામિનારાયણ ગુરુકુલ, ઢેબર રોડના મહંત દેવકૃષ્ણદાસજી સ્વામી તા સંતો, સ્વામિનારાયણ મંદિર, ભુપેન્દ્ર રોડના સંતો, સંતો તા ગુરુકુલ પરિવારના ૪ હજાર સાફાધારી યુવાનો ૧ હજાર, ઋષિકુમારો વેદ મંત્રોના ગાન કરશે, ગુરુકુલ બેન્ડ, કચ્છી ડ્રેસમાં વિર્દ્યાીઓ, અલગ અલગ ૭ પ્રકારના વેશભુષા ધારણ કરી પુષ્પો, મોતી અને ચોખાી ઉષ્માભેર સ્વાગત કરશે. રોડ-શોમાં ગુરુકુલ પરિવારના સંતો, હજારો યુવાનો, મહિલાઓ અને વિર્દ્યાીઓ અલગ-અલગ ડ્રેસ પહેરીને સ્વાગત પુજન કરશે. આ કાર્યક્રમ રાજકોટ ભાજપ પ્રમુખ દેવાંગ માંકડ અને ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણીના આયોજન યોજાશે.

ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન

ક્ષત્રિય રાજપૂત સમાજના તમામ ઘટકો કારડીયા રાજપૂત સમાજ, નાડોદા રાજપૂત સમાજ, મા‚ રાજપૂત સમાજ, ગુર્જર ક્ષત્રિય રાજપૂત સમાજના તમામ ભાઈઓ-બહેનો ૨૯મીએ સાંજે ૫:૩૦ કલાકે ભાવનગર રોડ, ડીલકસ ચોક, નાગરીક બેંક સામે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું અભિવાદન કરશે.

આ પ્રસંગે રાજપૂત સમાજના અગ્રણીઓ દોલુભા ડોડીયા, માવજીભાઈ ડોડીયા, વિક્રમસિંહ પરમાર, ચંદુભા ચૌહાણ, રમેશસિંહ ચૌહાણ, ગોવિંદસિંહ ડોડીયા, હિતેશસિંહ ડોડીયા, અ‚ણસિંહ સોલંકી, રણજીતસિંહ ડોડીયા, જયેશભાઈ રાજપૂત, અશોકસિંહ ડોડીયા, રમેશભાઈ સિંધવ, જયુભા રાઠોડ, સામતસિંહ હેરમા, નવલસિંહ ચુડાસમા, સુરસિંહ પરમાર, જીણાભાઈ ચાવડા, જગમાલસિંહ હેરમા, મનોજસિંહ ડોડીયા, ચંદુભા પરમાર, વિજયસિંહ ચુડાસમા, ભરતસિંહ ચુડાસમા, સંજયસિંહ વાઘેલા, મનોજસિંહ ઝાલા, મનોજસિંહ ડોડીયા, નરેન્દ્રભાઈ ડોડ, જયદેવસિંહ દેવડા, કિશનસિંહ જાદવ, સહદેવસિંહ ડોડીયા, બહાદુરસિંહ જાદવ, ધમભા રાઠોડ, દિગુભા ચાવડા, અંકિતસિંહ ચાવડા, સુરસિંહ ડોડીયા, નારણસિંહ રાઠોડ, હાર્દિકસિંહ ડાભી, જયપાલસિંહ ચાવડા, સંજયસિંહ રાઠોડ, ‚પેશસિંહ ડોડીયા, ટીકુભા ડોડીયા, રાજવીરસિંહ ડોડીયા, પરેશસિંહ ડોડીયા, શૈલેષસિંહ ડોડીયા, વિક્રમસિંહ સોલંકી, આકાશસિંહ રાઠોડ, કાનભા ચૌહાણ, અજીત રાજપુત, રણજીતસિંહ ચાવડા, જેતપાલસિંહ ડોડીયા, વિરેન્દ્રસિંહ રાઠોડ સહિતના ઉપસ્તિ રહેશે. આ પ્રસંગે ભાજપના તમામ ભાઈઓને ટ્રેડીશ્નલ ડ્રેસ, વ્હાઈટ કલરનો શર્ટ અનેડાર્ક કલરનું પેન્ટ અને સુઝમાં પધારવા અનુરોધ કરાયો છે. સાફા બાંધવાની વ્યવસ સ્ળ ઉપર કરવામાં આવી છે.

લોહાણા સ્થાપિત મહિલા વિકાસ ગૃહ ટ્રસ્ટ

આજી ડેમ ચોકડીથી રેસકોર્સ સુધી યોજાનાર ભવ્ય રોડ-શો દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છની સુપ્રસિઘ્ધ મહીલાઓના ઉચ્ચતર શિક્ષણ અને પ્રગતિ માટે હંમેશા ચિંતીત લોહાણા સ્થાપિત મહિલા  વિકાસ ગૃહ ગૌરવવંતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિકાસ ગૃહ પાસેથી સ્વાગત કરશે. આ પ્રસંગે પ્રમુખ હરકિશોરભાઇ બચ્છા, ટ્રસ્ટી રામભાઇ બચ્છા, ધિમંતભાઇ ઘેલાણી તથા સંસ્થાના હિંમતભાઇ તન્ના, રશ્મિબેન મજીઠીયા, દિપ્તીબેન કારીયાના નેતૃત્વ હેઠળ વિકાસ ગૃહની બહેનો મોટી સંખ્યામાં વિકાસ ગૃહ પાસે પુષ્ણવર્ષા કરી ભવ્ય અભિવાદન કરશે.

ભારતીય મઝદૂર સંઘ

ભારતીય મઝદૂર સંઘ સંલગ્ન વિવિધ યુનિયનો જેવા કે રાજકોટ જીલ્લા આંગણવાડી કર્મચારી સંઘ, એસટી મઝદૂર સંઘ, સૌરાષ્ટ્ર એન્જીનીયરીંગ મઝદૂર સંઘ, ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સભ્યો રાજકોટ શહેરની પ્રથમ વખત જ મુલાકાતે આવી રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભારતીય મઝદૂર સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ વાલજીભાઈ ચાવડાની રાહબારી હેઠળ અભિવાદન કરાશે. સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ ત્રિવેદી, યુ.આર. માંકડ, હરિભાઈ પરમાર, મહેશભાઈ વેકરીયા, શકિતસિંહ પરમાર, હિતેન્દ્રભાઈ વ્યાસ, હર્ષદભાઈ રાઠોડ, આંગણવાડીના ભવિકાબેન ચાંઉ, પ્રીતીબેન કંઝારીયા, ભારતીબેન નથવાણી, સંગીતાબેન મકવાણા, નયનાબેન ત્રિવેદી, સોનલબેન ગોહિલ, સોનલબેન આહ્યા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રોડ શો દરમ્યાન લોહાણા સ્થાપિત મહિલા વિકાસ ગૃહ પાસે પુષ્પ ગુચ્છથી ભવ્ય સ્વાગત કરશે.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત

રાજકોટ શહેરના તમામ નાગરીકો વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવા થનગની રહ્યા છે. ત્યારે હંમેશા ગ્રાહકોને કેન્દ્રમાં રાખી ચિંતીત અને ગ્રાહકોને ન્યાય અપાવવા ગ્રાહક સુરક્ષાના કાયદાઓમાં ઉમદા ફેરફારો કરી રહેલ વડાપ્રધાનનું ગ્રાહક પંચાયત રાજકોટના પ્રમુખ મનહરભાઈ મજીઠીયાની આગેવાની હેઠળ ગ્રાહક પંચાયતના કાર્યકર્તાઓ કલાબેન પારેખ, જે.ડી. ઉપાધ્યાય, દિનેશભાઈ પારેખ, ચેતનભાઈ મજીઠીયા, બાબુભાઈ પટેલ, જયેશભાઈ પંડયા, શૈલેષભાઈ નથવાણી, ભાસ્કરભાઈ કતીરા, હિરેનભાઈ જોશી, નિશા પંડયા, નિશિતાબેન ગોંડલીયા સહિતના નરેન્દ્રભાઈ મોદીનું રેસકોર્ષ ખાતે પુષ્પો અર્પણ કરી ભવ્ય સન્માન કરશે.

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ

વડાપ્રધાનને આવકારવા માટે માત્ર રાજકોટ શહેર નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર થનગની રહ્યું છે. વડાપ્રધાનના અનેકવિધ કાર્યક્રમોની સાથે તેમનો એક ભવ્ય રોડ શો પણ યોજાનાર છે. આ રોડ શો દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગીક જગત સાથે સંકળાયેલ અગ્રણી સંસ્થા કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સભ્યો પણ તેમને આવકારવા ખૂબ જ ઉત્સુક છે.

કાઉન્સીલના પ્રમુખ અને દેશના પ્રથમ હરોળના શ્રમિક નેતા હસુભાઈ દવેની આગેવાની હેઠળ કાઉન્સીલના અન્ય હોદેદારો ઉપપ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ડી.જી. પંચમીયા, માનદ મંત્રી મનહરભાઈ મજીઠીયા, કોષાધ્યક્ષ હરકિશોરભાઈ બરછા, ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન બી.એસ. માન, કો.ચેરમેન દિપકભાઈ સચદે, ગવર્નીંગ બોર્ડીના વરિષ્ઠ સભ્યો હિરાભાઈ માણેક, દિલીપભાઈ ઠાકર, કિરીટભાઈ વોરા, એન.એમ. ધારાણી, પ્રો. જયોતિન્દ્ર જાની, જે.આર. કીકાણી, ડો. હિતેશ શુકલ, એ.સી.સિંહા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ ત્રિવેદી, સોનલબેન આહ્યા તથા અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બહુમાળી ભવન પાસે આવેલ લોહાણા સ્થાપીત મહિલા વિકાસ ગૃહ પાસે વડાપ્રધાનનુંહ પુષ્પવર્ષા કરી ઉષ્માભર્યું સ્વાગત કરશે.

પતંજલી પરિવાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સત્કારવા શહેરભરમાં ઉત્સાહ અને ઉમંગના પૂર ઉમટયા છે. તેમાં રાજકોટનાં પતંજલી પરિવાર દ્વારા યોગના વિસ્મયજનક પ્રયોગો સાથે વડાપ્રધાનનું સ્વાગત કરાશે.

પ્રાંત પ્રભારી લક્ષ્મણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આકાશવાણી કેન્દ્ર સામેના માર્ગ ઉપર, રેસકોર્ષના ગેઈટ નજીક પતંજલી યોગ સમિતિનું વિશાળ પંડાલ ઉભુ કરવામાં આવ્યું છે. પંડાલમાં પતંજલી યોગ પરિવારના સાધક બહેનો દ્વારા વિવિધ કઠીન આસનો, સૂર્યનમસ્કાર, સંગીતમય આર્ટીસ્ટીક યોગાભ્યાસ તેમજ બાલીકા યોગીનીઓ દ્વારા પિરામીડનું આકર્ષણ રહેશે. નારી સશકિતકરણ થીમના આધારે વયસ્કમાતાઓ દ્વારા શિર્ષાસન વગેરે કઠીન આસનના અચંબાકારક પ્રયોગો કરવામાં આવશે.

કાર્યક્રમને લોક ભોગ્ય બનાવવા જિલ્લા મહિલા પ્રભારી જયાબા પરમાર સહ પ્રભારી કિરણબેન માકડિયા, જિલ્લા અધ્યક્ષ નટવરસિંહ ચૌહાણ, યોગ ગૂ‚ કિશોરભાઈ પઢીયાર, કિસાન સેવા સમિતિના પ્રભુદાસભાઈ મણવર, યોગ શિક્ષીકાઓ પદમાબેન રાચ્છ, ભારતીબેન પરસાણા, આશાબેન તેમજ નીતીનભાઈ કેસરીયા, મનુભાઈ રાજાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

સમસ્ત મોઢ વણિક સમાજ

દેશનાં અને સમગ્ર વિશ્ર્વ જેને આજે આદરભાવથી જુએ છે, ભારતને વિશ્ર્વની મહાસત્તા તરફ લઈ જવાનું જેમનું સ્વપ્ન છે એવા ભારતનાં ભાગ્યવિધાતા, નરેન્દ્ર બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે ત્યારે સમગ્ર રાજકોટમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયુ છે. પોતાના લાડીલા નેતાને વધાવવા સમગ્ર રાજકોટ, તમામ જ્ઞાતિ ઉત્સાહથી થનગને છે ત્યારે પ્રધાનમંત્રીને ફુલડે વધાવવા સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ પણ ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાનાર છે.

મોઢ વણિક સમાજનો એક ગૌરવવંતો ઈતિહાસ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સમગ્ર વિશ્ર્વમાં ઔધોગિક ક્ષેત્રે જેમનું વિશેષ પ્રદાન છે એવા ધીરુભાઈ અંબાણી, આચાર્ય હેમચંદ્રાચાર્ય અને એનાથી પણ વિશેષ નરેન્દ્રભાઈ મોદી પણ મોઢ વણિક સમાજનું ગૌરવ હોય ત્યારે તેમનું સન્માન કરવું એક લ્હાવો છે. જેના ભાગ‚પે મળેલ મીટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ આવતીકાલે સાંજના શહેરના હાર્દસમા રેસકોર્ષ રીંગ, આઈ.ઓ.સી. કવાર્ટર પાસે, કિશાનપરા ચોકની બાજુમાં, મોટા સ્ટેજમાં વિશેષ ધ્યાનાકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જ્ઞાતિના ભુલકાઓ ગાંધીજીનું સ્વ‚પ ધારણ કરશે, દેશભકિતના ગીતો દ્વારા વાતાવરણ ઉભું કરવામાં આવશે. આ ઉપરાંત જ્ઞાતિશ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. અંદાજે ૧ હજારથી વધુ જ્ઞાતિજનો નરેન્દ્રભાઈ મોદીને સન્માનવા ઉત્સાહિત છે.

આ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસંગે સાતેય મોઢ વણિક જ્ઞાતિના મંડળોના પ્રમુખો કિરેનભાઈ છાપીયા, પ્રનંદભાઈ કલ્યાણી, ધર્મેશભાઈ શેઠ, ભાગ્યેશભાઈ વોરા, શ્રેયાંશભાઈ મહેતા, ગીતાબેન પટેલ, સરોજબેન ભાઠા, પોતાની કારોબારી સભ્યો તથા સભ્ય પરિવારો સહિત ઉપસ્થિત રહેશે. જ્ઞાતિશ્રેષ્ઠીઓમાં રમેશભાઈ જીવાણી, મનસુખભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ પટેલ, રસિકભાઈ મહેતા, કિરીટભાઈ પટેલ, કિશોરભાઈ ભાડલીયા, નવિનભાઈ પટેલ, અજયભાઈ ગઢીયા, કિશોરભાઈ ગાંગડીયા, કૌશિકભાઈ કલ્યાણી, કિરણભાઈ કોઠારી, આર.પી.વોરા, અમુભાઈ મેસવાણી, નવનીતભાઈ કયાણી, અનુપમભાઈ દોશી, કિરીટભાઈ બખાઈ, પ્રવિણભાઈ દોશી, ડો.નિમેષભાઈ પરીખ, ચંદ્રકાન્તભાઈ મણીયાર, બદરીશભાઈ મહેતા, ગોપાલભાઈ મહેતા, હરીશભાઈ પારેખ, કિરીટભાઈ પારેખ, જયેન્દ્રભાઈ પારેખ, નરેન્દ્રભાઈ સરખેડી, દેવેન્દ્રભાઈ ઠાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને યશસ્વી બનાવવા મુકેશભાઈ દોશીનાં માર્ગદર્શન હેઠળ ભાગ્યેશભાઈ વોરા, કેતનભાઈ મેસવાણી, પ્રનંદભાઈ કલ્યાણી, સુનિલભાઈ વોરા અને કિરેનભાઈ છાપીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

મોચી સમાજ

બહુમાળી ભવન પાસે વડાપ્રધાન મોદીને મોચી સમાજ ફુલડે વધાવીને તેમનું અભિવાદન કરશે. સમસ્ત મોચી સમાજ વડાપ્રધાનનું સ્વાગત કરવા ઉત્સુક છે. મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ, ટ્રસ્ટી નાથાભાઈ વાળા, જગદિશ વાળા, મગનભાઈ પઢિયાર, રસિકભાઈ ઝાલા, સુરેશભાઈ ચૌહાણ, બિપીનભાઈ જેઠવા, નિલેશભાઈ, સંજયભાઈ તેમજ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ, લાલાબાપા યુવક મંડળ, લાલાબાપા યુથ મંડળ અને સીતારામ ધુન મંડળ, કોઠારીયા લાલાબાપા યુવક મંડળના હોદેદારો ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીનું અભિવાદન કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.