ખેલૈયાઓ અલગ અલગ સ્ટેપ રમી માણી રહ્યા છે નવરાત્રી મહોત્સવ
‘અબતક’ રજવાડી રાસોત્સવમાં ખેલૈયાઓ દરેક નોરતામાં મનમૂકીને નાચ્યા છે. ત્યારે ગઈકાલે પાંચમા નોરતે પણ રાસ રસીયાઓએ ટ્રેડિશ્નલ પોશાકમાં સજજ થઈ રાસની રમઝટ બોલાવી હતી. આરતી થયા બાદ ખેલૈયાઓ રાસની રમઝટ શરૂ કરે છે. વિશાળ ગ્રાઉન્ડમાં જાણે અનેરો નજારો નિહાળવા મળે છે. હજારો ખેલૈયાઓને ખ્યાતનામ સીંગરો પણ મનમૂકીને રમાડે છે. યુવા હૈયાઓ વિવિધ સ્ટેપ રમી આનંદ માણી રહ્યા છે.
શહેરમાં નવરાત્રી મહોત્સવનો આનંદ જાણે સાતમ આસમાને પહોચ્યો છે. ખેલૈયાઓ રોજે રોજ અવનવા લુકમાં સજી ધજીને આવી પહોચે છે. ટ્રેડિશ્નલ પોશાકમાં વિવિધ ગ્રુપો અલગ અલગ થીમ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ બનાવી રહ્યા છે. રોજ મહાનુભાવોના હસ્તે માં અંબાની ‘અબતક’ રજવાડી રાસોત્સવમાં આગેવાનોના હસ્તે વિજેતા ખેલૈયાઓને ઉત્સાહિત કરવા પુરસ્કાર આપવામાં આવે છે.