કુવાડવા-મઘરવાડા રોડ પર બનેલો બનાવ: પોલીસે અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત થયાના કાગળો કર્યા: જામગઢ ગામના યુવાને મૃતકને રીક્ષામાં બેઠેલો જોયો હોય તેથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી: પોલીસમાં ચાલકે ઘટના છુપાવ્યાની કબુલાત આપી
કુવાડવા ગામથી મઘરવાડા ગામના રસ્તે અજાણ્યા યુવાનનું એક અઠવાડીયા પહેલા અજાણ્યા વાહનની ઠોકરે મોત થયું હોવાના બનાવમાં નવો ફણગો ફૂટયો છે. ખાતર લેવા છકડો રીક્ષામાં બેસીને નીકળેલો યુવાન રીક્ષામાંથી પડી જતા મોત નિપજયા બાદ રીક્ષા ચાલક પાસે જરૂરી કાગળો ન હોવાથી અને પોલીસ પ્રક્રિયાથી બચવા ઘટના છુપાવી નાસી જતા એક અઠવાડીયા બાદ બનાવ પ્રકાશમાં આવતા કાલાવડ પોલીસે રીક્ષા ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ ગઈ તા.૨૩.૦ના રોજ કુવાડવા મઘરવાડા ગામના રસ્તે કોઈ અજાણ્યા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત થયું હોવાની જાહેરાત કુવાડવા પોલીસે કરતા અને નજીક ગામનાં લોકોને આઅંગે મૃતકની ઓળખ મેળવવા પોલીસે કવાયત હાથ ધરી હતી. તે દરમ્યાન મૃતક યુવાન જામગઢ ગામનો વતની હોવાનું અને તે સોમાભાઈ ભીખાભાઈ ગોહિલ નામના કોળી વૃધ્ધનો પુત્ર હોવાનું અને હાલ રાજકોટનાં ગંજીવાડામાં રહેતો હોવાની હકિકત મળતા પોલીસે તેના વાલી વારસની શોધખોળ આદરી હતી.
મૃતક રામજીભાઈ સોમાભાઈ, ગોહેલનું મોત કેવી રીતે થયું તે અંગે પોલીસે તપાસ કરી રહી હતી તે દરમ્યાન જામગઢ ગામના પ્રાગજીભાઈ માવજીભાઈ ગોહિલ નામના યુવાને મૃતક રામજીભાઈને કુવાડવા ગામેથી એક છકડો રીક્ષામાં બેસી પોતાના ગામ તરફ આવતા જોયા હોય જે રીક્ષામાં કુવાડવા પોલીસના પીએસઆઈ આર.પી. મેઘવાળ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી છે ત્યારે છકડો રીક્ષા નંબર જી.જે.૩ એઝેડ ૧૬૪૦માં બેસીને રામજીભાઈ ગોહિલ પોતાના ગામ તરફ આવતા હોવાની હકિકત મળતા પોલીસે છકડો રીક્ષાના ચાલક પ્રેમજી ઉર્ફે પ્રેમલો રત્ના સાયરા રહે. જામગઢ નામના શખ્સની ઉલ્ટ પૂછપરછ કરતા તેણે કબુલાલત આપી હતી કે ગત તા.૨૩.૯ના બપોરના સમયે રામજીભાઈ તેની છકડો રીક્ષામાં બેસી કુવાડવા ગામે ખાતર લેવા આવ્યા હતા ત્યારે કુવાડવા મઘરવાડા રોડ પર આર્યવીર સ્કુલથી આગળ પુલીયા પાસે પહોચતા તે ઢાળમાં રીક્ષામાથી પડી જતા તેને ઈજા થતા મોત થયું હતુ પરંતુ છકડો રીક્ષાના કાગળો ન હોવાથી અને પોલીસની પ્રક્રિયાથી બચવા તે છકડો રીક્ષા લઈ ભાગી ગયો હતો અને પોલીસથી એક અઠવાડીયા સુધી વિગતો છુપાવી હતી પોલીસે છકડો ના ચાલક પ્રેમજી ઉર્ફે પ્રમેલો સામે કાર્યવાહી હાથ ધરી છે.