બેન્કિગ ક્ષેત્રમાં વધતા જતા ખાનગીકરણને લઈ બેંક કર્મચારીઓ નારાજ: ૨૨ ઓકટો. દેશ વ્યાપી હડતાલનું એલાન
સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા જુદી જુદી ૧૦ બેંકોનું ચાર બેંકોમાં એકિકરણ કરવાના વિરોધમાં ૨૨ ઓકટો.થી દેશવ્યાપી હડતાલ જાહેર કરવામાં આવી છે. ત્યારે આ આંદોલનના ભાગરૂપે આજે બેંક કર્મચારીઓ દ્વારા ગુજરાતભરમાં દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સ્ટેટ બેંકમાં ૬ બેંકોના એકિકરણી ૭ હજાર શાખાઓ બંધ ઈ છે. તેમજ વધુ ચાર બેંકોનું એકિકરણ કરવાી ૧૬૦૦ શાળાને તાળા લાગશે. રાજકોટમાં બેંક ઓફ ઈન્ડિયા પરાબજાર ખાતે સરકાર વિરોધી ઉગ્ર દેખાવો આજે સાંજે ૫:૩૦ કલાકે યોજવામાં આવશે.
બેંક કર્મચારીઓના પ્રશ્ને રાજ્યભરમાં આજે ઉગ્ર દેખાવો યોજાશે. ગુજરાત બેંક વર્કસ યુનિયન દ્વારા બેંકોની સ્થિતિ અંગે જણાવાયું છે કે, બેંકોના એકિકરણી નોકરીની તકો ઘટશે. ૧૫૪ વર્ષ જૂની અલાહાબાદ બેંક બંધ થશે.
ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જે બેકિંગ સુવિધાઓ મળે છે તે ઝુટવાઈ જશે.
મહત્વનું છે કે ૧૯૬૯માં જ્યારે બેંકો ખાનગી માલિકીના હામાં હતી ત્યારે બેંકોની ૮ હજાર શાખા હતી જે આજે ૯૦ હજાર શાખાઓ છે. કમનસીબે સરકારની બેંકોને મુક્ત અર્થ નીતિ અને બેકિંગ સુધારણાની નીતિને સરકાર વેગવાન બનાવી રહેલ છે. સરકારનો મુળભૂત હેતુ બેંક ઉદ્યોગને ડીરેગ્યુલેટ કરવાનો અને મુક્ત વ્યાપાર નીતિનો છે. જેની સામે દેશવ્યાપી લડતના મંડાણ થશે.