ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડ કાસ્ટીંગ મંત્રાલયની સાથો સાથ મીડિયાની ભૂમિકા પણ મહત્વની
ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડ કાસ્ટીંગ મીનીસ્ટર પ્રકાશ જાવડેકરે ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, જે પેઈડ ન્યુઝનું પ્રમાણની સામે ફેક ન્યુઝનું પ્રમાણ વધી રહ્યું છે તે ખુબ જ ખતરનાક પુરવાર આગામી સમયમાં થશે જેનાં પરિણામ સ્વરૂપે મિડીયા અને ઈન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટે જોડે રહી કામગીરી કરવી પડશે. સરકાર એવા એક પણ પગલા નહીં ભરે જેમાં મિડીયાની સ્વતંત્રતા હણાઈ પરંતુ તેની સામે પ્રિન્ટ, ઈલેકટ્રોનિક મિડીયા અને ફિલ્મ ઉપર નિયંત્રણ હોવું જરૂરી છે જેનાં માટે યોગ્ય ધારાધોરણો રાખવા એટલા જ આવશ્યક છે.
ઓટીટી પ્લેટફોર્મ વિશે ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડ ક્રાસ્ટીંગ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, ઓટીપી ક્ષેત્ર માટે ચોકકસ નીતિ-નિયમો હોવા જોઈએ ત્યારે હાલ સરકાર દ્વારા કોઈ નકકર પગલા આ દિશામાં લેવામાં આવ્યા નથી. મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રિન્ટ મિડીયાનાં નીતિ-નિયમો અને તેની જાળવણી પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહી છે. જયારે ન્યુઝ ચેનલ એટલે કે ઈલેકટ્રોનિક મિડીયાનાં નીતિ-નિયમોની જાળવણી ન્યુઝ બ્રોડ ક્રાસ્ટર એસોસીએશન કરી રહ્યું છે.
તેવી જ રીતે જાહેરાતો માટે એડવટાઈઝીંગ સ્ટાન્ડર્ડ કાઉન્સીલ અને ફિલ્મ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન કામગીરી કરી રહ્યું છે પરંતુ ઓટીટી માધ્યમ માટે કોઈ માળખું હજુ સુધી નકકી કરવામાં આવ્યું નથી જેનાં કારણે જે સમાચારોની આપ-લે થઈ રહી છે તેનાં પર કોઈ એક પ્રકારનું નિયંત્રણ રાખવામાં ન આવતા તે ખુબ જ જોખમી સાબિત થઈ રહ્યું છે અને તે દેશ માટે આવનારા સમય માટે સંકટરૂપ મુદ્દો માનવામાં આવે છે. સરકારે ગંભીરતાપૂર્વક આ મુદ્દે વિચારવું પડશે અને યોગ્ય દિશામાં કાર્યો પણ કરવા પડશે.
ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડ કાસ્ટીંગ મીનીસ્ટર પ્રકાશ જાવડેકરે ફેક ન્યુઝ અને પેઈડ ન્યુઝ વચ્ચેનો ભેદ સમજાવતા કહ્યું હતું કે, પેઈડ ન્યુઝ કરતા ફેક ન્યુઝનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે અને જે સંકટ ઉત્પન્ન કરી શકે છે જેના માટે મંત્રાલય અને મિડીયાએ સંયુકત કામગીરી કરવી પડશે અને ફેક ન્યુઝ ઉપર કાબુ મેળવવો પડશે. છેલ્લા ઘણા મહિનાઓથી સોશિયલ મિડીયા ઉપર ફેક ન્યુઝ, ખોટી અફવાઓ, બાળકોનાં અપહરણનાં મુદાઓ વધતા મૃત્યુ આંકમાં પણ ઘણો ખરો વધારો જોવા મળ્યો છે. મોબાઈલ વાયોલન્સનાં પણ ઘણા કેસો સામે આવ્યા છે.
આ તમામ મુદ્દે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, પેઈડ ન્યુઝની સરખામણીમાં ફેક ન્યુઝનું પ્રમાણ અત્યંત વધતા દેશ પર સંકટ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ તકે તેઓએ ફેક ન્યુઝને રોકવા અને લોકોમાં જાગૃતતા કેળવવા માટે દુરદર્શન પર કાશ્મીર કા સચ નામનો કાર્યક્રમ શરૂ કરાવ્યો છે જેનાં પરીણામ સ્વરૂપે કાશ્મીર મુદે અને કલમ-૩૭૦ને લઈ લોકોમાં જે ગેરમાન્યતાઓ પ્રસરી રહી છે તેનાં પર અંકુશ મેળવી શકાય. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, ફેક ન્યુઝ પર કાબુ મેળવવો તે એકમાત્ર સરકારનું નહીં પરંતુ મિડીયાની પણ ભૂમિકા છે.તેઓએ તમામ જિલ્લા વહિવટી તંત્રને આ અંગે સુચિત કર્યા છે અને તેમનાં વિસ્તારમાં કોઈપણ સ્વરૂપે ફેક ન્યુઝને વેગ ન મળે તે દિશામાં ચર્ચા-વિચારણા પણ કરવા માટે જણાવ્યું છે.