પ્રીન્સ, પ્રીન્સેસ અને વેલડ્રેસ બાળકોનું પુરસ્કાર આપી સન્માન
રાજકોટની ક્રિસ્ટલ સ્કુલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના વાલીઓ ગરબે રમ્યા હતા અંદાજે ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને ઉત્સાહ પૂર્વક ગરબા રમવા માટે આવ્યા હતા. તથા ગરબાના અંતે પ્રીન્સ, પ્રીન્સેસ તથા સારા ગરબા રમનાર બાળકોને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
અહીં ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વાલીઓ ગરબે રમ્યા: રણજીતસિંહ ડોડીયા
રણજીતસિંહ ડોડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે માં અબાનું આરાધના પર્વ એટલે નવરાત્રી નવરાત્રીનાં ઉત્સવને પોતાના જીવનમાં સંસ્કારના રૂપમાં ધારણ કરી જીવનમાં શકિત, સમૃધ્ધ આવે માટે આરાધના કરવા માટે ક્રિસ્ટલ સ્કુલએ આયોજન કરેલ છે. વરસાદના માહોલમાં વરસાદની સાથે સાથે માંના આશિર્વાદ પણ વર્ષે છે. ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અહી ગરબે રમવા આવ્યા છે. વિશેષમાં જૈનમ નવરાત્રીનું આ સુંદર આયોજન છે. અને અમારા બાળકો માટે આવી સુંદર વ્યવસ્થા કરવા બદલ આભાર માનું છું અહી ઉપસ્થિત થયેલ વિદ્યાર્થીઓ વાલીઓ તથા શિક્ષકોનો આભાર માનું છું.
મિત્રો સાથે ગરબા રમવાની બહુ મજા આવે છે: વિદ્યાર્થીની
ધો.૧૨ની વિદ્યાર્થીનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમારી સ્કુલ દ્વારા જે નવરાત્રીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે ખૂબ સરસ છે. ડી.જે. પર ગરબા રમવાની બહુ મજા આવે છે. હું તથા મારી સાથે ભણનારા મારા મિત્રો ખૂબ મજા કરીને અહી નવરાત્રીનો આનંદ માણીએ છીએ બધાને મારા તરફથી હેપ્પી નવરાત્રી.