સ્કૂલ અને શિક્ષકોની ઓનલાઇન વિગતો ઉપલબ્ધ થવાથી ગેરરીતિ નાબૂદ થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચએસઇબી) એ તમામ હાલની અને નવી શાળાઓને આગામી બે મહિનામાં ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કર્યો છે. શાળાઓ ઉપરાંત, શિક્ષકોએ પણ નિર્દેશ કરેલા સમયમાં પોતાની હાજરી પુરાવી પડશે. એટલે હવે, માસ્તરો ’ઓનલાઇન’ નહીં થાય તો તેનું આવી બનશે.
જીએસએચએસઇબીએ નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને હાલની શાળાઓમાંથી બોર્ડ મંજૂરી માટે એપ્લિકેશન લાઇન અરજીઓ સ્વીકારવા માટે એક સિસ્ટમ પ્રસ્થાપિત કરી છે. બોર્ડ હેઠળ રાજ્યમાં ૧૩,૦૦૦ થી વધુ ગ્રાન્ટ-ઇન સહાય શાળાઓ અને સ્વ નિર્ભર શાળાઓ છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, આ અઠવાડિયાથી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, આ વર્ષે નવેમ્બર માસના અંત સુધીમાં ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનાં રહેશે, અને આ પ્રક્રિયા ધોરણ ૧૦ અને ૧૨ પરીક્ષા ફોર્મ પૂર્ણ કર્યા પહેલા કરવાની રહેશે.
સૂત્રના જણાવ્યા મુજબ આ માસ્તરો અને સ્કૂલોની તમામ વિગતોની હાજરી ઓનલાઇન કરવાથી શાળાઓની માળખાકીય સુવિધાઓ, અન્ય સુવિધાઓ તેમજ કઈ રીતે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે તેનો અંદાજ આવી શકશે.