આજે તા. ૨ જી ઓકટોબ૨ને, બુધવા૨ના રોજ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અંતર્ગત શહે૨ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ક૨વામાં આવેલ. જેમાં શહે૨ ભાજપ દ્વારા શહે૨ના તમામ વોર્ડમાં સફાઈ ઝૂંબેશ યોજવામાં આવેલ ત્યા૨બાદ શહે૨ના જયુબેલી બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને રાજકોટ શહે૨ ભાજપ ધ્વારા પુષ્પાંજલી અર્પણ ક૨વામાં આવેલ. ત્યા૨બાદ શહે૨ ભાજપ ત્રિકોણ બાગ પાસે આવેલ ખાદી ગ્રામોદ્યોગ ભંડા૨ ખાતે સામૂહિક ખાદી-ખ૨થીદીનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સાંસદ મોહનભાઈ કુંડા૨થીયા, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નિતીન ભા૨દ્વાજ, બીનાબેન આચાર્ય, દેવાંગ માંકડ, જીતુ કોઠા૨થી, કિશો૨ રાઠોડ, ગોવીંદભાઈ પટેલ, અ૨વીંદ રેયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબ૨થીયા, અશ્ર્વીન મોલીયા, ઉદય કાનગડ, દલસુખ જાગાણી, અજય પ૨મા૨, વિરેન્દ્રસિહ ઝાલા, પ્રફુલ કાથરોટીયા, મનીષ ભટૃ, સંગીતાબેન છાયા, કંચનબેન સિધ્ધપુરા, મહેશ રાઠોડ, દિવ્યરાજસિહ ગોહીલ, વિક્રમ પુજારા, ૨ઘુભાઈ ધોળકીયા, જયોત્સનાબેન હળવદીયા, અનીલભાઈ પારેખ, હરેશ જોષથી, નરેન્દ્રસિહ ઠાકુ૨, પરેશ પીપળીયા, નિતીન ભુત, માધવ દવે, અશ્ર્વીન પાંભ૨, પ્રદીપ ડવ, નિલેશ જલુ, જીણાભાઈ ચાવડા, ૨સિક બદ્રકીયા, રાજેન્દ્રસિહ ગોહીલ, જયસુખ પ૨મા૨, સી.ટી.પટેલ, ઘનશ્યામ કુગશીયા, જીતુ સેલારા, ૨મેશ પંડયા, કાથડભાઈ ડાંગ૨, જયસુખ કાથરોટીયા, કમલેશ શર્મા, આશીષ ભટૃ, ૨જની ગોલ, પરેશ તન્ના, પ્રવીણ પાઘડા૨, સંજય દવે, યોગરાજસિહ જાડેજા, સુરેશ રામાણી, હસુભાઈ ચોવટીયા, સંજયસિહ વાઘેલા, પ્રવીણ રાઠોડ, યોગેશ ભુવા, નરેન્દ્ર કુબાવત સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્તિ રહ્યાં હતા.
રાજકોટ પ્લાસ્ટિક મુકત બને તેવી સૌ પ્રેરણા લે: કમલેશ મિરાણી
કમલેશ ભાઈ મિરાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ વિશેષ રીતે ઉજવાઈ છે. નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની ધરતી પર આવી રહ્યા છે ત્યારે ગાંધીએ આપણને જે વિચારો આપ્યા છે. એને પ્રજા ફોલોઅપ કરે એમાંથી કાંઈક શીખ મેળવે આજે રાજકોટની ધણી સંસ્થાઓ તથા કોર્પોરેશન દ્વારા ગાંધીજીની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ પ્લાસ્ટીક મૂકત બને અને ગાંધી ચીંધ્યા માર્ગે ચાલે.
ભાજપના કાર્યકરો ખાદી ખરીદી ગાંધીજીના વિચારોને આગળ વધારે છે: નીતીન ભારદ્વાજ
નીતીનભાઈ ભારદ્વાજએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૨જી ઓકટોબરે ગાંધી જયંતીના દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાદી ખરીદીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આજે પણ રાજકોટ શહેર ભાજપ દ્વારા ખાદી ભંડાર ખાતે ખરીદી કરવા માટે આવેલ છે. ખાદીને પ્રોત્સાહન મળે લોકોને રોજગારી મળે તેને ધ્યાનમાં રાખી ગુજરાતમાં નરેન્દ્રભાઈએ આ કાર્યક્રમ આપ્યો હતો. અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ખાદી ખરીદી ગાંધીજીના વિચારને આગળ વધારે છે.
૩૧ માર્ચ સુધી ખાદી ખરીદી પર વળતર યોજના: વલ્લભભાઈ લાખાણી
વલ્લભભાઈ લાખાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગુજરાત સરકાર ૨જી ઓકટોમ્બરથી ૩૧ ડીસે. સુધી ખાદીમાં જે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે. તેમાં ૨૦% વળતર જાહેર કરેલ છે. પરંતુ અમારી કમીટી દ્વારા ૩૧ માર્ચ સુધી આ વળતર યોજના ચાલુ રાખવાના છીએ ગુજરાતમાં ઉત્પાદિત તમામ પ્રકારની ખાદીનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને ગુજરાતની તમામ ખાદી ઉદ્યોગો આ યોજનાનો અમલ કરશે. ગાંધીજીએ કિધેલું હતુ કે આપણો રાષ્ટ્ર એટલો વિશાળ છે. જાજુ ઉત્પાદન એ જાજા હાથ દ્વારા થાય છે. માટે ગાંધીજીનો પ્રયાસ હંમેશ સ્વદેશી ચીજવસ્તુ એવા તરફનો રહ્યો હતો.
ગાંધીજીના સંદેશને અનુરૂપ સૌ ચાલે તેવી અપીલ: મોહનભાઈ કુંડારિયા
મોહનભાઈ કુંડારીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ભારતભરમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ જયારે ગુજરાતમાં આવી સ્વચ્છતાના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે સમગ્રગુજરાતમાં ગાંધી જયંતી ઉજવવામાં આવી હતી. આજે લોકો વધારેને વધારે સ્વચ્છતા ધ્યાને છે. ખાદી ખરરીદે અને સત્યના માર્ગે ચાલે એવો ગાંધીજીના સંદેશને અનુરૂપ સૌ ચાલે તેવી સૌને મારી અપીલ છે.