સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર સાયકલોનિક સર્કયુલેશન સો ગુજરાતી કર્ણાટક સુધી ઓફ શોર ટ્રફ: જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી બે દિવસ મધ્યમી ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. એક સો ત્રણ-ત્રણ સીસ્ટમો સક્રિય તા સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની સંભાવના જણાઈ રહી છે. જામનગર અને દ્વારકા જિલ્લા સહિત દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્ળે અતિભારે વરસાદ પણ પડી શકે છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર હાલ ગુજરાતી કર્ણાટક સુધી ઓફ શોર ટ્રફ છવાયો છે. જયારે સૌરાષ્ટ્ર પર સાયકલોનિક સર્કયુલેશન છે અને દક્ષિણ ગુજરાત પર પણ સાયકલોનિક સર્કયુલેશન એકટીવ યું છે જેની અસર તળે આજે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર અને માત્રા વધુ રહેશે. આવતીકાલે ગુરૂવારે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે
અને રાજકોટ ખાતે અલગ અલગ કાર્યક્રમોનું લોકાર્પણ બાદ તેઓ રોડ-શો યોજવાના છે ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં વરસાદનું વિઘ્ન ઉભુ થાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ગઈકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાએ પાવનકારી પધરામણી કરી હતી.