૭૫ વર્ષની સફર ખેડનાર દિગ્વિજય સીમેન્ટ દ્વારા નવી સિમેન્ટ માર્કેટમાં મુકાય: પત્રકાર પરિષદમાં કંપનીના સંચાલકોએ આપી માહીતી

ગુજરાતની સૌ પ્રથમ સિમેન્ટ કંપની એવી જામનગરના સિકકા પાસે દિગ્વિજયનગરમાં આવેલી દિગ્વિજય સીમેન્ટ છે. દિગ્વિજય સિમેન્ટ કંપનીનો સૌરાષ્ટ્રની ધરતી અને ભારતની સ્વતંત્રતા સાથે એક વિશિષ્ટ નાતો છે. આઝાદી પહેલા જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ ને લોખંડી પુરુષ સરદાર પટેલની દીધદ્રષ્ટિથી દિગ્વિજય કંપનીની સ્થાપના થઇ હતી આ વર્ષે દિગ્વિજય સીમેન્ટ ૭૫માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે બાંધકામમાં તિરાડની સમસ્યા નિવારવા કંપનીએ ‘સિમેન્ટનો સરદાર’ સિમેન્ટને બજારમાં લોન્ચ કરી છે. આ સિમેન્ટના લોન્ચીંગ પ્રસંગે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદને સંબોધતા કંપનીના એમ.ડી. રાજીવ નામ્બિયારે જણાવ્યું હતું કે ગુજરાતના બાંધકામ ક્ષેત્રમાં કમળ સિમેન્ટના ખુબ જ મોટો ફાળો રહેલો છે. જેથી કહી શકાય કે રાજયના નિર્માણ કાર્યમાં કમળ સિમેન્ટ મહત્વપૂર્ણ ફાળો છે અને બાંધકામના સુરક્ષાના કવચ સમાન છે. કમળ સિમેન્ટની સદીયોથી વિશિષ્ટ સિમેન્ટ બનાવવામાં કુશળતા રહી છે. તે પછી ઓઇલ વેલ સિમેન્ટ હોય કે પછી સલ્ફેટ રેઝિસ્ટન્ટ સિમેન્ટ ખાસ બાંધકામ માટે ઉત્કૃષ્ટ સિમેન્ટ બનાવવામાં કમળ સિમેન્ટએ સદા મહારત પ્રાપ્ત કરી છે. તે જ અનુભવ અને સચોટ પરખના ફળ સ્વરુપે કંપનીએ એક એવા ખાસ સિમેનટનું નિમાર્ણ કર્યુ છે જે સરદાર પટેલ જેવી પોલાદી શકિત ધરાવે છે. મજબુતીની ગેરંટી આપે છે અને તિરાડ મુકત બાંધકામ માટે સર્વશ્રેષ્ઠ છે આ પ્રોડકટ માર્કેટમાં લોન્ચ થવાથી બ્રાન્ડ કમળ સિમેન્ટ વધુ મજબુત અને વ્યાપક થશે.

આ નવા લોન્ચ થયેલા સિમેન્ટ ‘સિમેન્ટનો સરદાર’ તિરાડ મુકત બાંધકામ માટેનો એક સ્પેશ્યલ સિમેન્ટ છે. આ સિમેન્ટમાં છ વિશિષ્ટતાઓ છે.

ઝડપી, ત્વરીત સેટીંગ ટાઇમ, અનેરી ચિકાસ, કેમીકલ પ્રતિરોધકતા, વર્ષોથી સલામતી અને ઇકો-ફ્રેન્કલી ગ્રીન સિમેન્ટ આમ આ ૬ વિશિષ્ટતાઓ સિમેન્ટનો સરદાર ને ખરા અર્થમાં સરદારની અખંડ શકિત અને તમારા બાંધકામને વર્ષોથી સલામતી આપે છે. ફુલો કમ્પ્યુરાઇઝડ સ્ટેટ- ઓફ- આર્ટ ઉત્પાદન, વિશાળ નેટવર્ક, અને શ્રેષ્ઠ કવોલીટી ને કારણે કમળ સિમેન્ટ પાસે આત્મ વિશ્ર્વાસ અને આશાવાદના પૂરતા કારણો છે. કમળ સિમેન્ટ એક ઉજજવળ ભવિષ્ય તરફ જઇ રહ્યું છે. અને સીમેન્ટનો સરદાર તે દિશામાં મોટામાં મોટુ  શસ્ત્ર સાબિત થશે જેમ ઉમેર્યુ હતું આ તકે કંપનીના માકેટીંગ હેડ પી.આર. સિંહ, રિજીઓનલ માર્કેટીંગ, ડીજીએમ સ્નેહલ રાવલ ઉ૫સ્થિત રહીને કંપની અને નવી સિમેન્ટ અંગેની વિગતો આપી હતી.

સિમેન્ટ કા સરદાર’ વિશ્વની સૌથી શ્રેષ્ઠ સિમેન્ટ: સ્નેહલભાઈ રાવલ

vlcsnap 2019 10 02 14h13m36s154

આ તકે ‘અબતક’ને આપેલી ખાસ મુલાકાત દરમિયાન કંપનીના સેલ્સ અને માર્કેટીંગ વિભાગના ડીજીએમ સ્નેહલભાઈ  રાવલે જણાવ્યું હતું કે, કંપનીની ૭૫ વર્ષની વિશેષતા કસ્ટમર પર આધારિત રહે છે અને કસ્ટમર સારામાં સારી પ્રોડકટ આપવાનું રહ્યું છે. આ ધ્યેયને ધ્યાનમાં રાખીને જ આ નવી પ્રોડકટ લાવી છે. આને અમે અમારી એક જવાબદારી જ સમજીએ છીએ. આ નવો સીમેન્ટ ૮-૧૦ મહિનાના રિસર્ચ પછી બનાવવામાં આવી છે. સિમેન્ટ વિશ્ર્વભરમાં સૌથી શ્રેષ્ઠ સિમેન્ટ છે. આ સિમેન્ટના વિશેષતા સ્ટ્રેન્ અને ડયુરેબોલિટી બન્ને છે. ઉપરાંત પાર્ટિકલ સાઈઝ ડિસ્ટ્રીબ્યુશન કંટ્રોલ પણ છે. ૬૦% સિમેન્ટ ૩થી લઈ ૩૦ માઈક્રોન સુધીના પાર્ટિકલ સાઈઝી બનાવાયું છે અને જેનાી હિટ ઓફ હાઈડ્રેશન પણ આપે છે. જેનાં કારણે સળિયામાં આવતો કાટ પણ ઓછો આવે છે. આ બન્નેનું કોમ્બિનેશન લગભગ કોઈપણ કંપની આપતી ની. દિગ્વિજય કંપનીના વેંચાણમાં વધારો કરવો, સ્ટેક હોલ્ડર્સને રિર્ટન આપવા, સારો પ્રોડકટ્સ આપવી તા દેશનો પણ વિકાસ આગળ વધારવો તા સિદ્ધાંત ઉપર ચાલો ધંધો કરવો તા સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો અને પર્યાવરણનું ધ્યાન રાખીને પ્રગતિ કરવાનું વિઝન છે. તેમ જણાવીને રાવલે ઉમેર્યું હતું કે, સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝનો ગ્રો ઘણો છે અને આવનારા સમયમાં ખૂબ જ વધારે ગ્રો આવશે. તેની અસર અમારી કંપનીના વિઝનમાં જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.