હે જગ જનની હે જગદંબા….
માં કુષ્માંડાની પૂજા કરવાથી પરિવારમાં ખુશહાલી, સારૂ સ્વાસ્થ્ય, યશ બળ તથા દિર્ધાયું પ્રાપ્ત થાય છે
આજે નવરાત્રીનો ચોથો દિવસ છે. દેવી દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરાય છે. પરિવારમાં ખુશહાલી માટે, સારા સ્વાસ્થ્ય માટે અને યશ, બળ તથા લાંબી ઉમર માટે આજે મમા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ. માં કુષ્માંડા દુર્ગાનું ચોથુ સ્વરૂપ છે.
માતાજીએ બ્રહ્માંડની ઉત્પતી કરેલી જયારે સુષ્ટીનું અસ્તિત્વ નહતુ ત્યારે ચારેયબાજુ અંધકાર હતો ત્યારે માતાજીએ પોતાના મંઘ હાસ્ય દ્વારા બ્રહ્માંડની રચના કરેલી આથી માતાજીનું નામ કુષ્માંડા પડેલું માતાજી આદિ સ્વરૂપા અને આદિ શકિતરૂપ છે. માતાજીનો નિવાસ સૂર્યમંડળની પાસે છે. અને સૂર્યલોકમાં નિવાસ કરે છે. માતાજીનું સ્વરૂપ સૂર્યસમાન તેજવાળું છે. અને શકિતરૂપ છે. માતાજીની તુલનામાં કોઈ દેવીદેવતા આવતા નથી. બ્રહ્માંડના બધા જ પ્રાણીઓ મનુષ્યો તેમની છાયા રૂપ છે.
માતાજીને આઠ ભુજા એટલે કે હાથ છે. આઠ હાથમાં બાણ ધનુશ, કમળ, કળશ અને ચક્ર છે. અને આઠમાં હાથમાં સિધ્ધિ છે માતાજીનું વાહન સિંહ છે. કુષ્માંડને બલી કહે છે. નવરાત્રીના ચોથા દિવસે માતાજીની ઉપાસના થાય છે. પ્રવિત્ર મનથી ઉપાસના કરવી માતાજીની ઉપાસનાથી રોગ બીમારી દૂર થાય છે. અને સંસારના દુ:ખો દૂર થાય છે. અને આદીવ્યાપીમાંથી મૂકિત મળે છે. માતાજીને ઉપાસનાનો મંત્ર
યા દેવી સર્વ ભૂતેષુ કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
નૈવેધમા ખીર તથા ફળ ધરવાથી બધા જ રોગ દૂર થાય છે.