એક વર્ષ જેલની સજા ભોગવ્યા બાદ હાઈકોર્ટની ખાસ સીટનો નિર્ણય
૨૦૦૨ના ગુલબર્ગ સોસાયટી સામુહિક હુમલામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિહિપનેતાના જામીનને મંજૂર કર્યા છે. જસ્ટીસ અભિલાષા કુમારી અને એજે શાસ્ત્રી દ્વારા વિહિપ નેતા અતુલ વૈધના જામીનને સર્વગ્રાહી અભ્યાસ બાદ મંજૂર કર્યા હતા કે જેમાં તેઓ એક વર્ષની સજા ભોગવી ચૂકયા છે.
ગત વર્ષે ૨ જૂનના રોજ મળેલ સ્પેશિયલ સીટ કોર્ટ દ્વારા વૈધ અને ૧૨ બીજા લોકોને આ હુમલા પ્રકરણમાં ઓછા દોષિતોને સાત વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી હતી જયારે અન્ય ૧૧ આરોપીઓ પર હત્યાનો ગુનો નોંધાયો હતો કોર્ટ દ્વારા હજુ ૩૬ને આ હુમલામાં દોષિત જણાયા હતા.
આ દોષિતો દ્વારા તેમની સજા માટે હાઈકોર્ટની સુનાવણીની વિ‚ધ્ધ અપીલ કરવામાં આવી હતી સ્પેશિયલ ઈનવેસ્ટીગેશન ટીમ દ્વારા અન્ય ૩૬ દોષિતો દ્વારા પણ અપીલ ફાઈલ કરવામાં આવી હતી.
વૈધ ગત જૂનમાં દોષિત ઠેરવાયા બાદ જેલની એક વર્ષની સજા ભોગવી ચૂકયા હતા. ફેબ્રુઆરી ૨૦૦૨માં ૪૦૦ લોકો દ્વારા ગુલબર્ગ સોસાયટી પર હુમલાને અંજામ અપાયો હતો. અમદાવાદના હાર્દ સમા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં કોંગ્રેસના એમપી એહસાન જાફરી વસવાટ કરી રહ્યા હતા ત્યારે તેઓને તેમના ઘરોમાં જ હત્યા કરવામાં આવી હતી ૨૦૦૨ના રમખાણોના ૯ કેસોમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ખાસ સીટ દ્વારા આ નિર્ણય લેવાયો હતો.