ગાંધીનગર મુખ્ય મંત્રીની મુલાકાતે સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પીટલ-ટીંબી (જી. ભાવનગર)ના મંત્રી બી એલ રાજપરા (ઢસા) ટ્રસ્ટી-ધનસુખભાઈ દેવાણી (રાણસીકી) અને શુભેચ્છક તેમજ દાતા-સંદીપભાઈ રાજપરા (ઢસા)એ આજ તા. ૩૦/૯/૨૦૧૯ના રોજ ગાંધીનગર મુકામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સ્વામી નિર્દોષાનંદજી હોસ્પીટલ ટીંબીમાં ચાલતા તદ્દન નિશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓની સંપુર્ણ માહીતી મેળવી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અને ગુજરાત સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓમાં/માં-વાત્સલ્ય અને પ્રધાનમંત્રી યોજનાઓ અંતર્ગત મળતા લાભો મેળવવા માટે સંપુર્ણ સહકાર આપવા તેમજ રાજ્યમાં તબીબી સેવાઓ પુરી પાડતી સેવાભાવી સંસ્થાઓને સુદ્રઢ કરવાના શુભ હેતુથી શરુ કરવામાં આવેલ નવી યોજના કે જેમા આધુનિક સાધનો ખરીદવા તથા જરૂરીયાત મુજબના મહેકમ માટે માસિક રૂ. દસ લાખ થી વધુ રકમનુ અનુદાન મંજુર કરવા માટે નિયમાનુસારની અરજી કરવા સુચન કરી આ યોજના મંજુર કરવા પ્રતિબધ્ધતા બતાવી હતી અત્રે ઉલ્લેખનીય છે સમગ્ર ગુજરાત હજી સુધી બે જ હોસ્પીટલને આ યોજના માટે મંજૂરી આપવામાં આવેલ છે. મુખ્યમંત્રીને હોસ્પીટલની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવેલ તેનો સહર્ષ સ્વીકાર કરેલ છે.