દાંડીથી પોરબંદર સુધીની સાઇકલ યાત્રામાં એનસીસીના ર૧ યુવાઓ ઉપરાંત આર્મીના જવાનો જોડાયા
રાજકોટ ના ગાંધી મ્યુઝીયમ ખાતે આવી પહોચેલી એન.સી.સી. ના ર૧ યુગલ-યુવતિઓની ટીમ દ્વારા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ નીમીતે ગાંધીજીની કર્મભૂમિ દાંડીથી ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ૧૯ સપ્ટેમ્બરે દાંડીથી શરુ થયેલ આ સાયકલ યાત્રાનો હેતુ ગાંધીજીના ૧૧ સૂત્રો (વિચારો)ને લોકો સુધી પહોચાડવાની તથા યુવાનોને ગાંધી વિચાર સાથે જોડાવાનો હેતું છે. આ સાયકલ યાત્રામાં ર૧ એન.સી.સી. ના યુવક-યુવતિ સહીત કેટલાક આર્મિના જવાનો પણ સામેલ થયા છે. જેને વધાવવા માટે રાજકોટ એન.સી.સી. બટાલીયન તથા રાજકોટના મેયર સવારે ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. મેયર બીનાબેન આચાર્યએ આજે સવારે આ ટીમને બિરદાવી રવાના કરી છે.
વરસાદ, તડકો, ઠંડી વગેરે નડયું છતાં ૯૦ થી ૯પ કીમીનું સાઇકલીંગ કર્યુ: મેધના પંડયાર
મેધના પંડયાર એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી આ સાયકલ યાત્રાનો ઉદ્દેશ્ય એ છે કે ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ નીમીતે લોકો જે ગાંધીજીના વિચારોથી વંચીત રહી ગયા છે. તેમના સુધી વિચારો પહોચાડવા માંગીએ છીએ.
સાયકલ યાત્રા ૧૯ સપ્ટેમ્બરથી દાંડીથી શરુ કરી પોરબંદર સુધીની યાત્રાનું આયોજન છે જેમાં આજે રાજકોટ પહોચ્યા છીએ. દાંડીથી રાજકોટ સુધીની સાયકલ યાત્રામાં અમને વરસાદ નડયો, તડકો, ઠંડી વગેરે નડયું છે છતાં અમો રોજ ૯૦ થી ૯૫ કી.મી. જેટલું સાયકલીંગ કરીએ છીએ.
એનસીસી કેડેટસ દરેક શહેરમાં જઇ ગાંધીજીનો સંદેશ આપશે: મેયર બીનાબેન આચાર્ય
મેયર બીનાબેન આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખરેખર મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ ઉજવાઇ રહી છે ત્યારે એનસીસીી કેડેટસ અને આર્મિના લોકો જયારે કર્મભૂમિથી જન્મ ભૂમિ સુધી જાય છે. ત્યારે એક મોટી સંદેશ લઇને જાય છે. ગાંધીજીના વિચારો ગાંધીજીના આદર્શો, અનુ એવું પણ નથી કે ખાલી સાયકલ ચલાવીને જવાના છે. જયાં જયાં જે સીટીમાં એ રોકાવવાના છે ત્યાં ત્યાં એક સંદેશ આપે છે. એટલે બધા કેડેટસને અભિનંદન આપું છું ભારતમાં દરેક જગ્યાએ આવો મેસેજ જાય અને ગાંધીજીના આદર્શો તરફ સૌ વળે .
સાયકલ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ગાંધીજીની વિચાર ધારા સાથે ફરી જોડવાનો: મનીષભાઇ
મનીષભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કર્મભૂમિથી ધર્મભૂમી સુધીની સાઇકલ યાત્રાનું આયોજન છે દાંડી કે જયાં ગાંધીજીની કામ કરવાની જગ્યા છે. અને પોરબંદર જે ગાંધીજીની જન્મ ભૂમિ છે આ રીતે બન્ને જોડાયેલા છે ર૧ સાયકલ ચાલકો દ્વારા સાયકલ યાત્રા કરવામાં આવી છે જે એન.સી.સી. ના છોકરા અને છોકરીનું ગ્રુપ છે એનસીસી રાજકોટની ટીમ દ્વારા અમને પુરો સપોર્ટ મળ્યો છે. બધા સાયકલ ચાલકોમાં ઉત્સાહ છે આખો દિવસ સાયકલ ચલાવી સાયકલ ચાલકો થાકી જતા હોય છે. પરંતુ આવી રીતના અમારુ સ્વાગત થતાં બધામાં એનર્જી પાછી આવી જાય છે. આ સાયકલ રેલીના બે ઉદ્દેશ્ય છે પહેલો કે ગાંધીજીના જે ૧૧ સૂત્રો વિચારો છે તેને આગળ વધારવા અને બીજો એ કે અત્યારના યુવાનો જે ગાંધીજીની વિચાર ધારાથી અલગ થતાં જાય છે તેને ફરી જોડવાનો છે.