મેદાનમાં એલઈડી સ્ક્રીન, સીસીટીવી કેમેરા, ચુસ્ત સિકયુરીટીની વ્યવસ્થો: એન્કર મીરા દોશી, સીંગર યુનુસ શેખ, હીના મીર, જય દવે, આરતી ભટ્ટ, હાર્દિક ડોડીયા, આરીફ ચીના, મીલન ગોહિલ ખેલૈયાઓને મનમૂકીને ઝુમાવશે; આયોજકો ‘અબતક’ના આંગણે
ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોન દ્વારા સતત નવમા વર્ષે રાજકોટના નોર્થ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ મેદાનમાં પારિવારિક વાતાવરણમાં ૬ હજારથી વધુ ખેલૈયાઓ ગરબાના તાલે થનગનાટ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા અતિઆધુનિક મ્યુઝિક સિસ્ટમ રાખવામા આવી છે. આ મ્યુઝિક સિસ્ટમના સથવારે ખ્યાતી પ્રાપ્ત સિંગરો રાસ-ગરબાની રમઝટ બોલાવશે. મહોત્સવ માટે આયોજકોએ નઅબતકથની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા રાજકોટ શહેરનાં ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલા નાના મવા સર્કલ પર પેટ્રોલપંપની બાજુના ખૂણાના મેદાનમાં જાજરમાન આયોજન કરાયું છે. નોર્થ ઝોન આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગરબાના સ્પેશિયલ સિંગર યુનુસ શેખ, હીના મીર, જય દવે, આરતી ભટ્ટ, હાર્દિક ડોડીયા, આરીફ ચીના, મિલન ગોહિલ ઓરકેસ્ટ્રા મેગાસ્ટાર અને એન્કર તરીકે મીરા દોશી, મણીયાર નવે નવ દિવસ ખેલૈયાઓને મનમૂકીને ગરબે રમવા મજબૂર કરશે. રાસ મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ મેદાન પર નિહાળી શકાય તે માટે વિશાળ અલેઈડી સ્ક્રીનની પણ સુવિધા કરાઈ છે. નવરાત્રીના નવે નવ દિવસ પ્રિન્સ અને પ્રિન્સેસને તેમજ વેલ ડ્રેસ તથા કિડ્સ માટે ઈનામો રાખવામાં આવ્યા છે.
મહિલાઓની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપીને સુરક્ષા માટે કડક સિકયુરીટી તેમજ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રાખવામાં આવશે. ઉપરાંત સમગ્ર મેદાનમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આયા છે. આયોજકો દ્વારા ટ્રાફીક વ્યવસ્થામાં અગવડતા ન ઉભી થાય તે માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
સતત નવ વર્ષથી યોજાઈ રહેલા ખોડલધામ નોર્થ ઝોન આયોજીત નવરાત્રી મહોત્સવના પાસ મેળવવા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવના પાસ મેળવવા માટે ખેલૈયાઓએ ખોડલધામ કાર્યાલય નોર્થ ઝોન, રાજનગર ચોક, એસબીઆઈ બેંકની સામે, ગ્લોબલ હોસ્પિટલની બાજુમાં, રાજકોટ ખાતે મો.નં. ૯૮૭૯૬ ૭૦૧૪૯ અથવા ગુજન વિહાર ગેટ-૧ની સામે, પાટીદાર ચોકની બાજુમાં સાધુવાસવાણી રોડ રાજકોટ મો.નં. ૯૮૯૮૯૫૩૫૩૫, ૯૮ર૫૩ ૭૦ર૬ર અથવા ઘનશ્યામનગર ૧ મોહનપ્લાઝા એપાર્ટમેન્ટની સામે, ચિત્રકૂટધામ સોસાયટીની બાજુમાં, કાલાવડ રોડ રાજકોટ મો.નં. ૯૮ર૫૦ ૭૯૧૩૯, ૯૪ર૭ર ૫૪૫૮૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.
નવરાત્રી મહોત્સવના આયોજનને સફળ બનાવવા માટે ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોનના પ્રમુખ કિશોરભાઈ પાંભર, ઉપપ્રમુખ રાજેશભાઈ પરસાણા, ચેતનભાઈ સગપરીયા, નિલદીપભાઈ તડાવીયા, જયેશભાઈ દુધાત્રા, નિલેશભાઈ વિરાણી, મનસુખભાઈ વેકરીયા, શૈલેષભાઈ રંગાણી, અરવિંદભાઈ અસલાલીયા, મહેશભાઈ ખૂંટ, વિજયભાઈ ઝાલાવડીયા, મનોજભાઈ સાકરીયા, અતુલભાઈ રૂપારેલીયા, મૌલિક પરસાણા, ભવદીપભાઈ પોકર, બાલાભાઈ પોકર, મનીષભાઈ ફળદુ, આકાશભાઈ વેકરીયા, મયુરભાઈ પાંભર, કેતનભાઈ સાવલીયા, ચેતનભાઈ આસોદરીયા, નિલેશ આસોદરીયા, સતીષ કથીરીયા, જયસુખભાઈ, નિલેશભાઈ ગોંડલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.