સ્વ. રતિભાઈ બોરીચાની પૂણ્યતિથિ નિમિતે પર્યાવરણ બચાવો પ્લાસ્ટીક હટાવો અભિયાન અંતર્ગત ૫૦૦૦ થેલી તથા ૨૦૦૦ તુલસીના રોપાનું વિતરણ કરાશે: પરિવારના સભ્યોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી
રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને તાલાળા તાલુકા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા સ્વ. રતીભાઈ રામભાઈ બોરીચાની બીજી પૂણ્યતિથિ નિમિતે સ્વ. રામભાઈ જેઠાભાઈ બોરીચા પરિવાર દ્વારા હાલમાં પર્યાવરણ બચાવો પ્લાસ્ટીક હટાવો અભીયાન ચાલે છે. તેના અનુસંધાને કપડાની ૫૦૦૦ થેલીનું વિતરણ તથા ૨૦૦૦ તુશીના રોપાનું વિતરણ જયોતિ ક્રેડીટ કો.ઓપ. સોસા.લી. તથા જયોતિ લાઈટ તેમજ ગેસ બીલ કલેકશન સેન્ટર, મવડી મેઈનરોડ, મવડી ચોકડી, રાજકોટ ખાતે રવિવારના રોજ સાંજે ૫ કલાકે રાખવામાં આવે છે. તથા રવિવારના રોજ રાત્રીનાં ૯ કલાકે અમારા નિવાસ સ્થાને જયોતિ, ઉદયનગર ૧, શેરી નં.૧૬, રાજકોટ ખાતે દિવ્ય સત્સંગ કર્મનો સંગાથી… પ્રખર વકતા ભાગવત કથાકાર શાસ્ત્રી ભકિત પ્રકાશદાસજી સ્વામિનારાયણ આશ્રમ, મેંદરડા પોતાના સુમધુર કંઠથી મધુર સંગીત સાથે રસપાન કરાવશે. આ તકે પરિવારના સભ્યોએ અબતકની મુલાકાત લીધી.
સ્વ. રતીભાઈ રામભાઈ બોરીચાની જન્મતીતી નિમિતે પર્યાવરર બચાવવા લીમડાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતુ તથા વ. રામભાઈ જેઠાભાઈ બોરીચાની પૂણ્ય તિથિ નિમિતે ૨૦૦૦ તુલશીના રોપાનું તથા ૧૦૦૦ પીપળાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. સાથોસાથ તાવ સાથે રક્ષણ આપતા ઉકાળા જે કાલાવડ પાસે મોટી નાગાજરના સંત શાંતુરામ બાપુ દ્વારા બનાવવામાં આવે છે તે તાવ સામે રક્ષણ આપતા ઉકાળા ૨૫૦૦ લોકોને પીવડાવવામાં આવેલા.
સ્વ. રામભાઈ જેઠાભાઈ બોરીચા પરિવાર દ્વારા આ પરંપરા જાળવી રાખવા સ્વ. રતીભાઈ રામભાઈ બોરીચાની પૂણ્ય તિથિ નિમિતે પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવાના હેતુથી પર્યાવરણ બચાવવાની જાગૃતિના ભાગરૂપે ૫૦૦૦ કપડાની થેલીનું વિતરણ કરવામાં આવશે તથા લોકોના આરોગ્ય માટે ખૂબજ ઉપયોગી પવિત્ર તુલશીના રોપાનું વિતરણ કરવામાં આવશે. તથા રાત્રે દિવ્ય સત્સંગનું આયોજન કરવામા આવ્યું છે તેમ વેભવભાઈ બોરીચાએ જણાવ્યુંં હતુ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામા વેભવભાઈ બોરીચા, ચેતનભાઈ બોરીચા, જીજ્ઞેશભાઈ બોરીચા, દિનેશકુમાર ડાંગર, રવિકુમાર વાંક, રોહિતભાઈ બોરીચા, રાહુલભાઈ બોરીચા, સંજયભાઈ બસીયા, અમરીશભાઈ બસીયા, સાગરભાઈ બોરીચા, નિલેષભાઈ બોરીચા, અરવિંદભાઈ મુરાશીયા, કિશોરભાઈ પરમાર, ભાવેશભાઈ તળાવીયા, વિપુલભાઈ ગજજર, ચિરાગભાઈ પાંભર, સાજીદભાઈ અન્સારી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે અંજલીબેન રૂપાણી, નિતીનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મિરાણી, લાખાભાઈ સાગઠીયા ઉપસ્થિત રહેશે.