શું તમારું પણ બાળપણ 90ના દાયકામાં વીત્યું છે ? તો તમને જરૂરથી યાદ હશે : પાણીમાં તરતી નાવડી, વીજળી ગુલ થતા ફાનસ સાથે અભ્યાસ કરવો. આ ઉપરાંત મિત્રો સાથે હો-હલ્લા કરવું અને ઘણી એવી બાબતો કે જે આજે ટેક્નોલૉજીના સમયમાં ક્યાંક ખોવાઈ ગઈ છે.
કીસમી ચોકલેટ :
આજ-કાલ ઘણા પ્રકારની ચૉકલેટ મળવા લાગી છે, પરંતુ તે સમયે કીસમી ચૉકલેટ ખુબજ પ્રખ્યાત હતી. અને આ ટૉફીની બહુ વધારે વૅલ્યુ હતી. તે નાની-નાની ચૉકલેટો ચહેરો પર સ્માઇલ લઈ આવતી હતી.
90નાં દાયકામાં રબર વાળી પેન્સિલ મળતી કે જે દરેક બાળકની પહેલી પસંદ હતી, પરંતુ સૌથી ખરાબ ત્યારે લાગતુ જ્યારે કોઇ મિત્ર પેન્સિલ લઈ લેતા અને પછી આખી ચાવીને ગંદી કરી પરત કરતા.
ડબ્લ્યૂ ડબ્લ્યૂ એફનાં રેસલરના કાર્ડ એકત્ર કરવાની પણ એક માજા હતી. આપણે જેટલા કાર્ડ એકઠા કરતા હતાં, તેટલા જ મોટા ફૅન ગણાતા હતાં. આ ઉપરાંત ડબ્લ્યુ ડબ્લ્યુ એફ મૅચ જોવી અને તે સ્ટંટને પોતાનાં નાના ભાઈ પર ટ્રાય કરવાની પણ એક અલગજ માજા હતી.
નટરાજ કે કેમિલનનું જ્યોમેટ્રી બૉક્સ લેવું તે જમાનામાં એક સૌથી સારી વાત ગણાતી હતી. સ્કૂલનાં બૅગમાં આ જ્યોમેટ્રી બૉક્સ કોઇ ખજાનાથી ઓછું નહોતું. અને તેમાં આવેલા તમામ ઉપકરણોને ફરીથી ગોઠવવાની પણ એક માજા હતી.
વરસાદનાં પાણીમાં કાગળની નાવડી તરાવવાની મજા તે જમાનામાં આવતી હતી, તે હવે ક્યાં રહી છે ? 90ના દાયકામાં બાળપણનાં મિત્રો સાથે કરવામાં આવેલી મસ્તી અને શરારતોમાંની આ એક હતી.
90ના દાયકામાં વીડિયો ગેમ ફેવરિટ ટાઇમપાસ ગણાતી. વડિઓ ગેમમાં બેસી કલાકો પસાર કરી દેતા. વિડિઓ ગેમમાં પોતાનો જ રેકૉર્ડ તોડવામાં ખુબજ ખુશી થતી. અને આ વીડિયો ગેમ આપણે કોઈની સાથે શૅર પણ ના કરતાં.
તે જમાનામાં ચ્યુઇંગ ગમ ખાવું કોઇ ટશન કે સ્ટાઇલ મારવાથી ઓછુ નહોતુ. 90નાં દાયકા ચ્યુઇંગ ગમ બબલગમ તરીકે પણ પ્રખ્યાત હતી..