ડેટા ઇઝ ધ કીંગ: GODની વ્યાખ્યા બદલાઇ!
લોકોનાં ડેટાને ખાનગી અને સિકયોર કરવા મોદી કટીબઘ્ધ: ૪૦ ગ્લોબલ કંપનીનાં સીઈઓ સાથે કરી બેઠક
વૈશ્વિક સ્તર પર ભારત પોતાનું આગવું સ્થાન ધરાવવા સફળ નિવડયું છે ત્યારે અમેરિકા ગયેલા વડાપ્રધાન મોદી વિશ્વનાં ૪૦ ગ્લોબલ કંપનીનાં સીઈઓ સાથે બેઠક યોજી હતી અને ડેટા અંગે સજાગતા દાખવી હતી. કહેવાય છે કે, આવતા દિવસોની જો કોઈ સંપતિ હોય તો તે ડેટા હશે. પહેલા અમેરિકામાં ગોડની વ્યાખ્યા અલગ હતી જેમાં જી એટલે ગોલ્ડ, ઓ એટલે ઓઈલ અને ડી એટલે ડોલર પરંતુ આજનાં સમયમાં ડી ડેટા. જે દેશ તેનાં ડેટાને સિકયોર કરવામાં અને તેને પ્રાઈવસી આપવામાં કારગત સાબિત થશે તો તે દેશની ઓળખ અન્ય કરતા ભિન્ન થશે.
હાલ વ્યકિતગત ડેટાઓનું સ્ટોરેજ અન્ય દેશોનાં સર્વરમાં થતું હોય છે પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે જે લોકોનાં ડેટા હોય છે તેને પણ પરવાનગી મળતી નથી ત્યારે જો કોઈપણ દેશ તેનાં ડેટાને લોકરાઈઝ રીતે સ્ટોર કરે તો તે ડેટાની જાળવણી પણ થઈ શકે છે તેની સાર સંભાળ પણ લેવામાં આવી શકે છે. લોકોએ જોવાનું એ રહ્યું કે, તેઓએ તેમનો ડેટા મોનીટાઈઝ કરવવો કે કેમ ? હાલ ભારત દેશનાં વડાપ્રધાન અમેરિકામાં ૪૦ ગ્લોબલ કંપનીનાં સીઈઓ સાથે વાર્તાલાપ કરી ડેટા અંગે જાગૃતતા કેળવી અને ભારત દેશ વિશે માહિતી પણ આપવામાં આવી છે.
આ બેઠકમાં આઈબીએમનાં વડા ગીની રોમેટી, માસ્ટરકાર્ડનાં હેડ અજય બાંગા સહિત નામાંકિત ઉધોગપતિઓએ ડેટા લોકલાઈઝેશનમાં ઉદભવિત થતી સમસ્યા અંગે ચર્ચા કરી હતી. માની લઈએ કે, જો ભારત દેશમાં ડેટા લોકલાઈઝડ કરવામાં આવે તો તેનો સીધો લાભ ગ્રાહકોને મળી શકે છે અને તેઓ તેનાં ડેટાની સારસંભાળ પણ રાખી શકે છે. હાલનાં સમયમાં અન્ય દેશોમાં જયાં ડેટા સ્ટોર થાય છે ત્યાં લોકોને જોવાની પરવાનગી મળતી નથી પરંતુ સ્થાનિક લોકો જો સ્થાનિક સ્થળ પર તેમનાં ડેટા સાચવવા માટે આગળ આવે તો તેઓને ઘણો ખરો ફાયદો થઈ શકશે તેવી પણ વાત સામે આવી રહી છે. માત્ર ડેટાને વિભાજીત કરવાની જ જરૂરીયાત ઉભી થશે. વડાપ્રધાન મોદીએ આશ્ર્વાસન આપતા જણાવ્યું હતું કે, નવા સ્ટાર્ટઅપો ડેટા લોકલાઈઝેશન માટે સેન્ટરો ખોલવા માટે રોકાણ કરવા પણ તૈયાર છે. જે આગામી દિવસોમાં ભારત દેશમાં શરૂ થશે. વિશ્વ આખાનાં બોર્ડની વ્યાખ્યા હાલ ૨૧મી સદીમાં બદલાઈ ગઈ છે જેમાં ડી ફોર ડોલર નહીં પરંતુ ડી ફોર ડેટા માન્ય રહેશે. જે દેશ ડેટાને સુરક્ષિત રીતે સાચવી શકવામાં સક્ષમ હશે તે વિશ્વ ઉપર તેની આગવી છાપ ઉભી કરશે અને તે દેશની અર્થવ્યવસ્થા પણ મજબુત થશે.