૪૦૦ કરોડ રૂપિયાના ખોટા બિલ બનાવી રિફંડ કરાયા હતા ફાઇલ: ત્રણ હજાર ટકા વધુના બિલ બનાવી જીએસટી ચોરી આચરી હોવાનો થયો ઘટસ્ફોટ
દેશમાં જીએસટી લાગુ થયા બાદ અનેકવિધ ક્ષેત્રનાં વેપારીઓ જીએસટીથી કેવી રીતે બચવું તે દિશામાં હંમેશા કાર્ય કરતા નજરે પડયા છે ત્યારે નકલી તમાકુનાં નિકાસનું આશરે ૧૦૦૦ કરોડનું કૌભાંડ ઝડપાયું છે. સાથો સાથ ખોટા બીલ બનાવી અંદાજે રૂા.૪૦૦ કરોડનાં આઈટીસી રીફંડનો કલેઈમ પણ કરવામાં આવ્યો છે. સવિશેષ વાત કરવામાં આવે તો દેશવ્યાપી આ કૌભાંડમાં ૬ રાજયોનાં ૨૫ સપ્લાયરોની સંડોવણી સામે આવી હોવાનું ખુલ્યું છે. જેમાં કંડલાનાં શેઈઝમાંથી નિકાસ કરતી દિલ્હી એનસીઆરની કંપનીઓમાંથી ડીજીજીઆઈએ મોટું કૌભાંડ ઝડપ્યું છે.
ડીજીજીઆઈ દ્વારા નબળી ગુણવતાવાળી તમાકુની પ્રોડકટો જેવી કે જર્દા અને ખાયનીને ૫૦ થી લઈ ૩૫૦ રૂપિયા પ્રતિકિલો ગ્રામ લેખે કંડલા પોર્ટથી ૫૦૦૦થી લઈ ૯૦૦૦ પ્રતિ કિલોનાં ભાવે નિકાસ કરવામાં આવતી હોવાની બાતમીનાં આધારે જીએસટી દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. જીએસટીએ ૨૦ જેટલી પેઢીઓને કંડલા સ્પેશિયલ ઈકોનોમિ ઝોન ગાંધીધામ-કચ્છ ખાતેથી ઝડપી પાડી છે અને તે દિશામાં કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ડીજીજીઆઈએ સમગ્ર ભારતભરમાં આ અંગેની કાર્યવાહી શરૂ કરતા આસામ, બિહાર, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશમાંથી ૨૫ સપ્લાયરો પણ માર્કર મુકી તેઓ પર આકરી પુછપરછ કરવામાં આવી રહી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે. સેન્ટ્રલ જીએસટી દ્વારા જીએસટીની ચોરી કરનાર સપ્લાયરોને પકડવા માટેની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી રહી છે અને તે દિશામાં પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) ઈન્ટેલિજન્સ ડીજીજીઆઈ અમદાવાદ ઝોને કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ)માંથી નિકાસ કરતા ૨૦ જેટલા નિકાસકારો દ્વારા તી મોટી જીએસટી ચોરી પકડી પાડી હતી. એડિશનલ ડિરેક્ટર જનરલ વિવેક પ્રસાદે આપેલી જાણકારી મુજબ આ નિકાસકારો દ્વારા હલકી ગુણવત્તાના તંબાકુ ઉત્પાદનો સસ્તા દરે ખરીદ કરી અને ખોટા બીલો બનાવી ઈનપુટ ટેક્સ ક્રેડિટ કલેઈમ કરવામાં આવતી હતી. દિલ્હી-એનસીઆર સ્તિ આ નિકાસકાર કંપનીઓએ રૂા. ૧,૦૦૦ કરોડી વધુના ખોટા ઇન્વોઇસ બનાવી અને અંદાજે રૂ. ૪૦૦ કરોડ ITC રીફંડ ક્લેઈમ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે ડીજીજીઆઈ એ નિકાસકારો અને તેમના ગોડાઉનોના પરિસરમાં તપાસ હાથ ધરી છે.
ડીજીજીઆઈના એડિશનલ ડિરેક્ટર જનરલ વિવેક પ્રસાદે જણાવ્યું હતું કે, તંબાકુ પર ૧૮% અને ૨૮% જીએસટી લાગે છે જયારે તંબાકુ ઉત્પાદનો પર સેસ સહીત ૯૩%થી લઈને ૧૮૮% ટેક્સ લાગે છે. આ મોટા ટેક્સ સ્લેબી બચવા માટે નિકાસકાર કંપનીઓએ બજારમાંથી સસ્તા દરના અને બીલ વગરના ઉત્પાદનો ખરીદી તેને ઉચ્ચ ગુણવત્તાના બતાવી કંડલા સેઝમાંથી નિકાસ કરવામાં આવતા હતા અને તેના ઉપર આઈટીસી રીફંડ ક્લેઈમ કરવામાં આવ્યા હતા. આ કંપનીઓ દ્વારા રૂા. ૧૫૦-૩૫૦ પ્રતિ કિલોની વસ્તુને રૂા. ૫૦૦૦-૯૦૦૦ પ્રતિ કિલોના ભાવે કંડલા સેઝમાં નિકાસ કરવામાં આવતી હતી.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સની તપાસમાં બહાર આવ્યું કે આ કૌભાંડમાં આસામ, બિહાર, દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ૨૫ જેટલા સપ્લાયર્સ સંકળાયેલા છે. આ લોકોએ દિલ્હી-ગઈછના નિકાસકારોને માલ સપ્લાય કર્યા વગર જ રૂા. ૧,૦૦૦ કરોડી વધુનાના ખોટા બીલ બનાવ્યા હતા. તપાસમાં એમ પણ જાણવા મળ્યું કે આમાંથી અમુક સપ્લાયર્સ માત્ર કાગળ પર જ મોજુદ હતા જયારે અન્યોનું સંચાલન પરોક્ષ રીતે નિકાસકારો દ્વારા તું હતું. ડીજીજીઆઈ દ્વારા લેવામાં આવેલા સક્રિય પગલાઓને કારણે આઈટીસીના રૂા. ૩૦૦ કરોડ કૌભાડકારીઓના હામાં જવાી રોકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, આવા નિકાસકારોની ક્રેડિટ ખાતામાં હજુ પણ રૂા. ૧૦૦ કરોડી વધુના સંભવિત રિફંડ દાવાઓ અટકાવવામાં આવ્યું છે.