ગુજરાતી ફિલ્મ ‘રોકટોક’ના કલાકાર કસબીઓ ‘અબતક’ના આંગણે: ફિલ્મ ૭મી જુલાઈએ થશે રીલીઝ
બોલીવુડની માફક ઢોલીવુડ એટલે કે ગુજરાતી ફિલ્મો પણ હવે લગભગ દર શુક્રવારે રીલીઝ ઈ રહી છે. વધુ એક ગુજરાતી ફિલ્મ રોકટોક રીલીઝ વા માટે તૈયાર છે. રોકટોકના કલાકાર કસબીઓ આજે ‘અબતક’ના આંગણે આવ્યા હતા.
આજકાલના યુવાનો જીવનમાં કૈંક અલગ અલગ કરાવી બતાવવા ઈચ્છતા હોય છે. નવી સિદ્ધિઓ મેળવી, પોતાની એક અલગ ઓળખ ઉભી કરવી. પણ આ બધું સાધવા માટે તેઓને અનેક સામાજિક પહેલુઓની રોકટોકનો સામનો કરવો પડે છે. આ ફિલ્મ છે એક અ વા પિતા, એક એવી દીકરી અને એક એવા યુવાનની જે સમાજની આ રોકટોક સામે નમતા ની અને આગળ વધે છે. જ્યાં દીકરીને ભણાવવાની એના પહેરવેની, એની પસંદગીઓ પર રોકટોક કરવામાં આવે છે. એવા સમાજની સામે એક પિતા એની દીકરીને મુકતી જીવન જીવવાનું શીખવાડે છે. ઊંભુ ભણતર અને સભ્ય સંસ્કાર. પિતા એની દીકરીને ભણાવે છે અને એ સંસ્કારી દીકરી સ્કુલ, કોલેજ અને સામાજિક સેવાઓમાં યોગદાન આપી પોતાના પિતાનું નામ ઉંચું કરે છે. એની કોલેજમાં એક ડિપ્રેશન-ગ્રસ્ત છોકરાની મદદ કરી અને એક નવીનતાી જીવન જીવવાની પ્રેરણા આપે છે. પિતાએ સમાજની રોકટોકની અવગણના કરી દીકરીને ભણાવી અને દીકરી નામનો દીવો ઘર અને સમાજ બંનેને ઉજાગર કરે છે.
આ ફિલ્મ આગામી તારીખ ૭ જુલાઈી સમગ્ર ગુજરાતમાં રીલીઝ વાની છે. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં નીકીશા રંગવાલા, મેહુલ ભોજક, પંકજ મિશ્રા, પરવીનપાલ પાટીલ, હરી રાઠોડ, મહેશ રબારી,કેષ્ટો ઈકબાલ, શિવરાજ, યામિની જોશી, કૌશિકા ગોસ્વામી, વૈભવ ગોસ્વામી અને ભારત બારીયા અને સુરતના નાના-મોટા ઘણા કલાકારો પણ છે. આ ફિલ્મના કર્ણપ્રિય મધુર ગીતો કિરણબેન ગઢવી, નીરવ રાઈચુરા, સુજલ હલચલ, કાર્તિક જોશી, ખુશ્બુબેન જૈન, હર્ષ દવે અને વિજયાબેન વાઘેલાન સ્વરમાં છે. ફિલ્મની સ્ટોરી, સ્ક્રિપ્ટ, ડાઈલોગ અને નિર્દેશન (ડાયરેકશન) ભરતભાઈ સ.કીરિયા (ભરત સંત)એ કર્યું છે. ફિલ્મનું કાસ્ટિંગ મુંબઈના મનીષભાઈએ કર્યું છે. ‘બાહુબલી’ ફિલ્મનું કામ જે સ્ટુડિયો લેબમાં યું હતું તે ડી.આઈ.પિકસેલ સ્ટુડિયોમાં આ ફિલ્મનું ટેક્નિકલ કામ કરવામાં આવ્યું છે. ફિલ્મની શૂટિંગ મોટાભાગે સુરત અને તેના આસપાસના વિસ્તારોમાં કરવામાં આવી છે.
સમાજની રોકટોક અને અવરોધોને પાર કરી સફળતા મેળવવાની આ પ્રેરણાત્મક કહાનીને ફિલ્મ ‘રોકટોક’માં જોવી ગમશે.