મુખ્ય મહેમાન તરીકે સેન્ટ્રલ જીએસટીના પ્રિન્સીપાલ કમિશનર લલિત પ્રસાદ, એડીશ્નલ કમિશનર આર.કે. ચંદન તેમજ સેન્ટ્રલ જીએસટીની ટીમ ઉપસ્થિત રહી
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સબકા વિશ્ર્વાસ યોજના ૨૦૧૯ની માહિતી આપતા સેમીનારનું આયોજન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યુ હતુ જેમાં મુખ્ય મહેમાન તરીકે સેન્ટ્રલ જીએસટીના પ્રિન્સીપાલ કમિશ્નર લલીત પ્રસાદ, એડીશ્નલ કમીશનર આર.કે. ચંદન, તેમજ સેન્ટ્રલ જીએસટીની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી આ તકે સબકા વિશ્ર્વાસ યોજના વિષેની વેપારીઓમાં રહેલી મુજવણોને સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા દૂર કરવામાં આવી હતી આ સેમીનારમાં એમએસએમઈ સાથે જોડાયેલા તમામ નાના મોટા વેપારીઓએ ભાગ લીધો હતો.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્ર સરકારે જાહેર કરેલ સેન્ટ્રલ એકસાઈઝ અને સર્વીસ ટેક્ષના જૂના વિવાદીત પ્રશ્ર્નોના નિરાકરણ માટે સબકા વિશ્ર્વાસ સ્કીમ ૨૦૧૯ અને નવા જીએસટી ફાઈલીંગ કઈ રીતે કરવું તે અંગે યોજવામાં આવેલ સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વેપાર ઉદ્યોગ પ્રતિનિધિઓને ઉપયોગી એવી જાણકારી માર્ગદર્શન આપવામાં આવેલ.સેમીનારમાં સીજીએસટી કમિશ્નર લલીત પ્રસાદ તથા એડીશનલ કમિશ્નર આર.કે.ચંદન તથા જોઈન્ટ કમિશ્નર વિશાલ માલાણી ડે. કમિશ્નર કિર્તીબેન ગુપ્તા, આસી. કમિશ્નર સંદિશકુમાર ખાસ ઉપસ્થિત રહી સબકા વિશ્ર્વાસ સ્કીમ ૨૦૧૯ના આ ઉદેશો યોજના હેઠળ આવરી લેવાના હોય આ યોજનામાંથી કોને બાકાત રખાયેલ છે.તેની વિગત યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ તથા યોજનાની અન્ય સુવિધાઓ અંગે પાવર પોઈન્ટ પ્રઝન્ટેશન દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ ટેક્ષની જૂની રકમ ભરવાની બાકી છે. તે માટે ૩૦ જૂન ૨૦૧૯ સંપૂર્ણ વ્યાજ માફી, પેનલ્ટી નહિ અને ફોજદારી પણ નહી થાય આ માટે વધારેમાં વધારે ૭૦ ટકા અને ઓછામા ઓછા ૪૦ ટકા સપ્લાય ઓનલાઈન કરવાની રહેશે. આ સબકા વિશ્ર્વાસ સ્કીમ ૨૦૧૯ યોજના તા.૧-૯-૨૦૧૯થી અમલમાં આવશે. લાભ તેમ જણાવી અધિકારીઓએ તેનો વધુને વધુ લાભ લેવા જણાવેલ તથા ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા પુછાયેલ પ્રશ્નોના પણ વિગતલક્ષી ઉત્તરો આપવામાં આવેલ.
સેમિનારના અંતમાં આભારવિધિ રાજકોટ ચેમ્બર ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ કરેલ અને સેમીનારનું સંચાલન મંત્રી નૌતમભાઈ બારસીયાએ કર્યું હતુ.
સરકારે આ યોજના બનાવી સારામાં સારૂ કાર્ય કર્યું: વી.પી. વૈષ્ણવ
વી.પી. વૈષ્ણવ પ્રમુખ રાજકોટ ચેમ્બર કોમર્સ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે સબકા વિશ્ર્વાસ યોજના આવી છે. ત્યારે નાના મોટા તમામ ઉદ્યોગકારોને ફાયદો થશે. આ યોજનાનો ઉછેર છેક જીએસટી આવ્યા પછી વનનેશન વન ટેકસને ધ્યાનમાં રાખી સરકારના આગલા પાછલા જે લેણા છે. તે કેવી રીતે માફ કરે તે માટેની છે. સરકારે આ યોજના બનાવી સારામાં સારૂ કાર્ય કર્યું છે. બધા લોકોએ આ યોજનાનો લાભ લેવા જેવો છે. વ્યાજ પેનલ્ટી સંપૂર્ણ પણે માફ મળે છે. આ યોજનાની ડેડલાઈન પહેલા આ યોજનાનો ભરપૂર લાભ લે.
આજનો સેમીનાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક જાગૃતિ માટેનો છે. જીએસટીના કમિશ્નર રાજકોટ ચેમ્બરના આંગણે પધાર્યા છે. ત્યારે તમામ સભાસદ, મિત્રો ઉદ્યોગકારો, વેપારી મીત્રોને વધુમાં વધુ ફાયદો કેમ થાય તે ઉદેશ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો રહ્યો છે.
ચેમ્બરે આજે જ એલાન કરેલ છે કે કોઈપણ વસ્તુ ન સમજાતી હોય તો તેની માહિતી અપાશે તથા બે લોકોને તે સમજાવવા માટે જ ફાળવણી કરવામાં આવી છે.
આ યોજનાનો ફાયદો એમએસઈબીના નાના વેપારીઓને મળે છે: આર.કે.ચંદન
આર.કે. ચંદન (એડિશનલ કમિશ્નર ઓફ જીએસટી)એ અબતક સાથેનીવાતચીતમાં જણાવ્યું કે આ યોજનાનો ફાયદો એમએસઈબી નાના વેપારીઓને મળે છે. જેમની પાસે લીગલની ટીમ ન હોય કોઈ એકસપર્ટ ના હોય તેવા વ્યાપારીઓને સૌથી વધુ ફાયદો થાય છે.
વેપારીઓનાં અવેરનેસ માટે એમઆઈટીનો જેટલો ઉપયોગ થાય છે. તેટલો કરીએજ છીએ તે સિવાય રાજકોટના ૪ વિભાગો રાજકોટ, મોરબી, જામનગર, અને દેવભૂમિદ્વારકા આ ચાર જગ્યાઓ પર અમે વિઝીટ કરીએ છીએ સાથે સાથે બીજા જેટલા પણ એશોસીએશન છે. ત્યાં જઈને યોજના વિશે સમજાવીએ છીએ.