૮૦ ફૂટ રોડ ખાતે અમુલ ચોકમાં ચારણી પહેરવેશ પારંપરિક વેશભૂષામાં હાજર રહેશે: નેસડા જેવું સ્ટેજ તૈયાર કરાશે
નર્મદા અવતરણ ઉત્સવ અંતર્ગત વડાપ્રધાન મોદીનો ૨૯મીએ રાજકોટમાં જાજરમાન રોડ શો યોજાનાર છે. ત્યારે શહેરના ચારણ (ગઢવી) સમાજના સાડા ત્રણ પહાડાના અલગ અલગ ટ્રસ્ટો-મંડળો વડાપ્રધાન મોદીનું અદકે‚ સન્માન કરશે.
ભાવનગર રોડ ખાતેના ૮૦ ફૂટ રોડ ખાતે અમુલ ચોકના જયારે વડાપ્રધાન રોડ-શો દરમ્યાન નિકળશે ત્યારે સમગ્ર રાજકોટમાં રહેતા ચારણ (ગઢવી) સમાજના આગેવાન તા સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહી અને ગુલાબની પાંખડી દ્વારા સ્વાગત કરશે અને સમગ્ર સમાજ પોતાના ચારણી પહેરવેશ પારંપરીક વેશભૂષામાં હાજર રહેશે તા સ્ટેજની બાજુમાં આઈ સોનલમાં (મઢડા)નું ૫ (પાંચ) ફુટનું કટ આઉટ પણમુકવામાં આવશે અને આ કાર્યક્રમને ચારણ (ગઢવી) સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય બનાવવા માટે સમગ્ર રાજકોટના સાડા ત્રણ પહાડા એક બની કાર્યમાં હાજરી આપશે. કાર્યક્રમની વિગતો આપવા સમાજના આગેવાન મનોજભાઈ બાબુભા પાલીયા, પ્રવિણદાન રોહડીયા, રમેશભાઈ જાળગ, મુન્નાભાઈ અમોતીયા, ઘનશ્યામભાઈ ઝીબા, અમિતભાઈ પાલીયા, પ્રકાશભા કવલ, દિલીપભાઈ બળદા તા શક્તિદાન ટાપરીયા, શાંતિભાઈ ગઢવી ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.