શંખનું હિન્દૂ ધર્મમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે રોજ પૂજા આરતી બાદ શંખનાદ કરવામાં આવે તો તેનાથી ઘરનું વાતાવરણ સારુ રહે છે અને ભગવાનની કૃપા પરિવારના સદસ્યો પર સારી રહે છે. તેની સાથે જ કહેવાય છે કે શંખના અવાજમાં એક અદ્દભૂત શક્તિ હોય છે જે વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક બનાવવામાં મદદરૂપ થાય છે.
શંખ અલગ-અલગ પ્રકારના હોય છે અને આજે અમે તમને ખાસ પ્રકારના મોતી શંખ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. આમ તો મોતી શંખ દેખાવમાં સાધારણ શંખથી અલગ હોય છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ શંખની વિધિ-વિધાનથી પૂજા કરી તેને ઘર કે ઓફિસની તિજોરીમાં રાખવામાં આવે તો વ્યક્તિને ક્યારેય પણ પૈસામાં ઘટાડો થતો નથી. કહેવાય છે આ શંખને તિજોરીમાં રાખતા સમયે ખાસ નિયમોનું ધ્યાન રાખવું જોઇએ.
કહેવાય છે મોતી શંખ પર કેસરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. તે બાદ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नमः મંત્રનો જાપ કરવો જોઇએ. તેનાથી દરેક કામ સારા થાય છે. જ્યારે મંત્રોચ્ચારની સાથે એક-એક દાણા ચોખા આ શંખમાં રાખો. શંખમાં ચડાવવામાં આવતા ચોખા તૂટેલા ન હોવા જોઇએ અને આશરે 11 દિવસ સુધી નિયમ પૂર્વક આ ઉપાય કરવો જોઇએ. કારણકે આમ કરવાથી દરેક કામ સારા થાય છે. ધ્યાન રહે કે દરેક ચોખાના દાણાને સફેદ રંગના કપડાની થેલીમાં રાખો અને 11 દિવસ બાદ ચોખાની સાથે તે શંખને પણ થેલીમાં રાખીને તિજોરીમાં મૂકી દો. જેનાથી ક્યારેય ધનમાં ઘટાડો થશે નહીં.