દેશભરમાં ગોધરાકાંડ બાદ જેહાદી ષડયંત્રના નામે સોફ્ટ ટાર્ગેટ યુવકોને આતંકવાદમાં જોડવાના ષડયંત્રમાં સામેલ આંતકવાદીને અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને એટીએસની ટીમે ઝડપી લીધો છે.
આતંકી સંગઠનને આર્થિક મદદ સહિત સ્લિપર સેલ સાથે સંકળાયેલા યુસુફ અબ્દુલ વહાબ શેખ સાઉદી અરબના જેદ્દાહથી ભારત પરત ફરી રહ્યો હોવાની બાતમીના આધારે સુરક્ષા એજન્સીએ તેને ઝડપી લીધો.
આવા સોફ્ટ ટાર્ગેટ લોકોને આતંકી પ્રવૃત્તિ સુધી પહોંચાડવા માટે આર્થિક મદદ કરનાર ગુજરાતના યુસુફ અબ્દુલ વહાબ શેખ 2003થી સાઉદી અરબ ફરાર થઇ ગયો હતો. ત્યાં તે અન્ય આતંકીઓના સંપર્કમાં કે કોઇ સંગઠનમાં આવ્યો હતો કે કેમ તેની વધુ વિગતો હવે સામે આવે તેવી તપાસ એજન્સીઓને આશા છે.