વર્ષ દરમિયાન સારામાં સારૂ પ્રતિનિધિત્વ કરનારને ‘બેસ્ટ એનએસએસ વોલિયન્સટર્સ’ એવોર્ડ અપાયો
રાજકોટમાં કણસાગરા કોલેજ અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ડ્રીસ્ટ્રીક લેવલ એન.એસ.એસ. ડે સેલીબ્રેશન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડો. શૈલેષ સગપરીયા દ્વારા વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વિવિધ કોલેજોમાં વર્ષ દરમિયાન એન.એસ.એસ. માં સારામાં સારું પ્રતિનિધિતવ કરનારને બેસ્ટ એન.એસ.એસ. વોલિયન્ટર્સને એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. તથા જનજાગૃતિ રેલી યોજાઇ હતી. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણી સહીતના મહાનુભાવો સહીત ૨૦ જેટલી કોલેજની ૫૦૦ થી વધુ વિઘાર્થીનીઓ ઉ૫સ્થિત રહી હતી.
અભ્યાસની સાથે સેવાધર્મ રાષ્ટ્રધર્મનો વિકાસ થાય તેવી ભાવના સાથે રાષ્ટ્રીય સેવા યોજના કાર્યરત: ડો. યશવંત ગોસ્વામી
અબતક સાથેની વાતચીત દરમિયાન કણસાગરા કોલેજ પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામીએ જણાવ્યું હતું કે આજે કણસાગરા મહીલા કોલેજ એન.એસ.એસ. વિભાગ દ્વારા રાજકોટ જીલ્લાની ર૦ જેટલી કોલેજના પ૦૦ થી વિઘાર્થીની બહેનોની ઉ૫સ્થિતિમાં એન.એસ.એસ. ના કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે રાષ્ટ્ર સેવા દ્વારા સમાજ સેવા, રાશી સેવા યોજના એટલે કે સમાજની સાથે રાષ્ટ્રનું ઘડતર કરતી ને નિર્માણ કરતી સંસ્થા
વિઘાર્થીઓ જયારે અભ્યાસ કરતા હોય ત્યારે અભ્યાસની સાથે સેવાધર્મનો વિકાસ થાય અને રાષ્ટ્રધર્મનો વિકાસ થાય તેવી ભાવના સાથે રાષ્ટ્રી સેવા યોજના કાર્યરત છે. આજના કાર્યક્રમમાં અને શૈલેષ સગપરીયાનું વ્યાખ્યાન આયોજીત કર્યુ છે. અલગ અલગ કોલેજમાંથી સારામાં સારુ એન.એસ.એસ. માં પ્રતિનિધિત્વ કર્યુ છે. તેમને બેસ્ટ એન.એસ.એસ. વોલ્યન્ટર્સનો એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિ. ના ઉપકુલપતિ સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.
એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓને મળવાનું એક સદભાગ્ય મળ્યું: મુકેશભાઇ દોશી
અબતક સાથેની વાતચીત દરમિયાન મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે આજરોજ રાષ્ટ્રીય સેવા યોજનાનો કાર્યક્રમ કણસાગરા કોલેજમાં યોજાયો હતો. તેમાં એન.એસ.એસ. ના વિઘાર્થીઓને મળવાનું એક સદભાગ્ય મળ્યું. મારા માટે તે ખુબ આનંદ અને ગૌરવની વાત એટલા માટે છે કે હું પણ સેવા સાથે સંકળાયેલો છું. મહાત્મા ગાંધીના વિચાર બીજથી શરુ થયેલી એન.એસ.એસ. યોજના આજે ભારતનું સૌથી મોટું બીનરાજકીય સંગઠન બની ચુકયું છે. હજારો લાખો વિઘાર્થીઓ એન.એસ.એસ. હેઠળ સેવાની પ્રવૃતિની જયોત જગાવે છે. આજના આ કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહેવાની તક મળી છે તે ગૌરવની વાત છે.
૫૦૦ જેટલી બહેનો યોગા કરી ફીટ ઇન્ડિયાનો મેસેજ પાસ કરાશે: જયેશભાઇ ઉપાઘ્યાય
અબતક સાથેની વાતચીત દરમિયાન જયેશભાઇ ઉ૫ાઘ્યાય એ જણાવ્યું હતું કે આજરોજ એન. એસ.એસ. દિવસ નીમીતે બોલબાલા ટ્રસ્ટ અને કણસાગરા કોલેજના સંયુકત ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૦ અલગ અલગ કોલેજના પ૦૦ થી વધુ વિઘાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. જેમાં શૈલેષભાઇ સગપરીયા દ્વારા મેટીવેશન સ્પીચ આપવામાં આવી હતી. ત્યારબાદ બેસ્ટ ઓફ પર જે કોલેજના બેસ્ટ સ્ટુડન્ટ જેને એન.એસ.એસ. માં ખુબ સારુ કાર્ય કયુ હોય તેના સન્માનનો કાર્યક્રમ ત્યારબાદ જનજાગૃતિ રેલી યોજાઇ હતી.તથા ઝૂમ્બા યોગાનું પણ આયોજન થયું છે. એક સાથે પ૦૦ જેટલી બહેનો યોગા કરશે. અને ફીટ ઇન્ડિયાનો મેસેજ પાસ કરશે આ તકે ઉપકુલપતિ સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.