વિશ્વ શાંતિ દિવસ નિમિતે
શહેરના મુખ્ય સર્કલોએ બોર્ડ અને સ્લોગન સાથે ઉભા રહી શાંતિ સંદેશ પાઠવ્યો
આજે વિશ્વ શાંતિ દિવસ નીમીતે ઓશમ પાઠક સ્કુલ દ્વારા શહેરના મોટા મોટા સર્કલો પર વિઘાર્થીઓ અને શિક્ષકો દ્વારા સિગ્નલ પર ઉભા રહી વિશ્વ શાંતિ માટે ના બોર્ડ તથા સ્લોગનને હાજમાં રાખ્યા હતા. તથા ત્યાંથી નીકળતા લોકોને ચીઠ્ઠીમાં શાંતિ માટેના સંદેશા તથા નિયમો પાળવાના વિચારો લખી આપ્યા છે.
શહેરના નાનામૌવા સર્કલ, રૈયા સર્કલ તથા કેકેવી સર્કલ ખાતે વિઘાર્થીઓ અને શિક્ષકોની ટીમ બનાવીને કાર્યક્રમ કરાયો હતો.
લોકોની અંદર શાંતિ મૈત્રી ભાવ જગાવવાનો અમારો પ્રયાસ: દિલીપભાઇ પાઠક
દિપીકભાઇ પાઠક (ઓસમ પાઠક સ્કુલના ટ્રસ્ટી) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓસમ પાઠક સ્કુલ દેશ અને સમાજ માટે ઉપયોગી એવા નીતનવા પ્રયોગો કરતી હોય છે. ત્યારે આજે વિશ્વ શાંતિ દિવસ નીમીતે આજે અમે લોકોની અંદર શાંતિ , મૈત્રી ભાવ પ્રેમ, લાગણી અને અસર પસરની આત્મીયતા અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવા એક ભાવ સાથે લોકોમાં જાગૃતિ લાવવા માટે શહેરના વિવિધ સર્કલો પર બેનરો રાખી વિઘાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિશ્વ શાંતિ નો સંદેશ આપ્યો હતો.
અમે શાળામાં પણ શાંતિ રાખીએ છીએ: નમન (વિઘાર્થી)
નમન (વિઘાર્થી) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે આજે અહિં સર્કલો પર આવી સંદેશ આપીએ છીએ કે વિશ્વમાં શાંતિ કેમ આવે અને ચિઠ્ઠીઓ આપી છે તેમાં ભાઇચારો રાખવો અને શાંતિ રાખવા જણાવ્યું છે. પોલીસ આપણી રક્ષા માટે છે તેને સહકારી આપવો તથા નિયમોનું પાલન કરવું.
અમે અમારી સ્કુલમાં શિક્ષક હાજર ન હોય ત્યારે કલાસમાં શાંતિ રાખી અને મોનીટરના કહેવા પ્રમાણે વર્ષ કરી શાંતિ પૂર્વક બેસીએ છીએ. આ રીતે અમે અમારી સ્કુલમાં પણ શાંતિ રાખીએ છીએ.