સામગ્રી :
૧/૨ કપ સામો
૧/૨ કપ રાજગીરાનો લોટ
૧/૨ કપ ખાટ્ટી છાસ
૧ ટેબલસ્પૂન આદૂ-મરચાંની પેસ્ટ
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
તેલ. રાંધવા માટે
પીરસવા માટે
મગફળી-દહીંની ચટણી
રીત :
સામાને સાફ કરી, ધોઇ લીધા પછી જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં ૨ કલાક સુધી પલાળી રાખો.
તે પછી તેને નીતારીને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં રાજગીરાનો લોટ, છાસ, આદૂ-લીલા મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, બાઉલને ઢાંકી આથો આવવા માટે ૮ કલાક અથવા રાત્રભર બાજુ પર રાખો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર એક મોટા ચમચા વડે ખીરૂ રેડીને ગોળાકારમાં ફેરવી ગોળ ઢોસા તૈયાર કરો.ઢોસાને રાંધતી વખતે તેની કીનારી પર થોડું તેલ રેડી, ધીમા તાપ પર ઢોસાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને વાળીને અર્ધ-ગોળાકાર બનાવી લો. રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બીજા ૭ ઢોસા તૈયાર કરો. મગફળી-દહીંની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.