‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાના હસ્તે ઓપનીંગ નવરાત્રી-દિવાળીના સ્પેશ્યલ કપડાં અને જવેલરી સહિતના સ્ટોલ
રાજકોટ ખાતે રાષ્ટ્રીય શાળામાં લેડીઝ સ્પેશ્યલ એકઝીબીશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૦ સપ્ટેમ્બરથી રર સપ્ટેમ્બર દરમિયાન આ એકઝીબીશનમાં નવરાત્રી અને દિવાળીને અનુલક્ષી કપડા, બયુટી પ્રોડકટસ, જવેલરી તથા ઘરસુશોભનની આઇટમના સ્ટોલ બનાવવામાં આવ્યાં છે.
‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાના હસ્તે આ એકિઝબીશનનો આજે સવારથી શુભારંભ થયો છે. સતીષકુમાર મહેતાએ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ સ્ટોલ રાખનારને પ્રોત્સાહીત કર્યા હતા. આ એકિઝબીશનમાં બહોળી સંખ્યામાં બહેનો ઉમટી રહી છે અને વસ્તુઓની ખરીદી કરી રહી છે.
મોટી ઉમરની મહિલાઓ પણ આવા એકિઝબીશનમાં ભાગ લઇ કમાણી કરી શકે: ચંદ્રિકાબેન
ચંદ્રીકાબેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી ૭૦ વર્ષની ઉંમર છે. અને હું આ મારા શોખ માટે વ્યવસાય ચલાવું છું. પર્સ, થેલા જેવી વસ્તુઓ વેચાણ કરું છું. મારી ઉમરની બીજી મહીલાઓને સંદેશ આપી શકે. આપણે એકલા હોઇએ તો આવી રીતે કામ કરીએ તો ટાઇમ પણ પસાર થશે અને કમાણી પણ થશે. મને આવા એકિઝબીશનમાં ભાગ લેવો તે શોખ છે. એટલે હું અલગ અલગ જગ્યાએ આવા એકિઝબીશનમાં ભાગ લઉ છું.
ઘરેથી વેંચાણ કરતી બહેનોને પ્લેટફોર્મ પુરુ પાડવાનો એકિઝબીશનનો હેતુ: કિંજલબેન શાહ
કિંજલબેન શાહએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ એકિઝબીશનનો હેતુ છે કે ઘરથી વેચાણ કરતા, લોકોને એક પ્લેટફોર્મ મળે અને પ્રોત્સાહન મળે. આ એકિઝબીશનમા બેગ, પર્સ લેડીઝ કુર્તી, ડ્રેસ મટીરીયલ, ઓરનામેન્ટ, હેન્ડી ક્રાફટ તથા ચણીયાચોળી જેવી વસ્તુના સ્ટોલ છે. લેડીઝને પ્રોત્સાહન મળે તે માટેઆ એકિઝબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. લેડીઝના આ એકિઝબીશનમાં અબતકના ઓનર સતીષકુમાર મહેતા એ મુલાકાત લીધી છે. તથા પ્રોત્સાહીત કર્યા છે.